SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ બીજો અધ્યાય वीर्यः वीर्यप्रकर्षरूपायाः शुद्धाचारबलभ्यायाः तीर्थकरवीर्यपर्यवसानायाः વનનિતિ, યથા मेरुं दण्डं धरां छत्रं यत् केचित् कर्तुमीशते। तत् सदाचारकल्पद्रुफलमाहुर्महर्षयः ।।८७।। ( ) ॥३०॥ બળની ઋદ્ધિનું વર્ણન કરવું. શુદ્ધાચારના બળથી બળની પ્રકૃષ્ટ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, વધતાં વધતાં તીર્થકરના બળ સુધીની સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. જેમ કે “કેટલાકો મેરુપર્વતને દંડ અને પૃથ્વીને છત્ર કરવા સમર્થ બને છે, તે સદાચાર રૂપ કલ્પવૃક્ષનું ફળ છે, એમ મહર્ષિઓ કહે છે.” (૩૦) तथा- परिणते गम्भीरदेशनायोगः ॥३१॥८९॥ इति । अस्मिन् पूर्वमुद्दिष्टे उपदेशजाले श्रद्धान-ज्ञाना-ऽनुष्ठानवत्तया परिणते सात्मीभावमुपगते सति उपदेशार्हस्य जन्तोः गम्भीरायाः पूर्वदेशनापेक्षया अत्यन्तसूक्ष्माया आत्मास्तित्व-तबन्ध-मोक्षादिकाया देशनायाः योगः व्यापारः कार्यः, इदमुक्तं भवतियः पूर्वं साधारणगुणप्रशंसादिः अनेकधोपदेशः प्रोक्त आस्ते स यदा तदावारककर्मह्रासातिशयादङ्गाङ्गीभावलक्षणं परिणाममुपगतो भवति तदा जीर्णे भोजनमिव गम्भीरदेशनायामसौ देशनार्होऽवतार्यते इति ।।३१।। શ્રોતામાં પૂર્વોક્ત ઉપદેશ પરિણમી જાય એટલે ગંભીર ઉપદેશ આપવો. શ્રોતામાં જ્યારે પૂર્વોક્ત ઉપદેશસમૂહ શ્રદ્ધા – જ્ઞાન - આચરણરૂપે પરિણમી જાય = આત્મસાત્ થઈ જાય ત્યારે ઉપદેશને યોગ્ય તે જીવને પૂર્વે કહેલા ઉપદેશની અપેક્ષાએ અત્યંત સૂક્ષ્મ ઉપદેશ આપવો. જેમ કે- આત્માનું અસ્તિત્વ, આત્માનો બંધ, આત્માનો મોક્ષ ઇત્યાદિ વિષયોનો ઉપદેશ આપવો. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે :- પૂર્વે “સાધારણ ગુણોની પ્રશંસા કરવી' (આ અધ્યાયનું ત્રીજું સૂત્ર) ઇત્યાદિ અનેક રીતે ઉપદેશ કલ્યો છે. ઉપદેશને પરિણમવામાં રુકાવટ કરનારાં કર્મોનો અતિશય હ્રાસ થતાં એ ઉપદેશ પરિણમી જાય એટલે કે આત્મા સાથે એકમેક થઈ જાય ત્યારે જેમ એકવાર કરેલું ભોજન પચી ગયા પછી બીજીવાર ભોજન કરવામાં આવે તેમ દેશનાને યોગ્ય જીવને સૂક્ષ્મ વિષયોના ઉપદેશમાં પ્રવેશ કરાવવો. (૩૧) अयं च गम्भीरदेशनायोगो न श्रुतधर्मकथनमन्तरेणोपपद्यते इत्याह ૮૨
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy