________________
८
મારે કોઈનો ભય નથી. માટે મારે સૈન્યની જરૂર નથી. મારે માટે સ્ત્રી એ મા, બહેન અને દીકરી સમાન છે. મને વાસના-વિકારો સતાવતા નથી. તેથી મારે જનાનખાનાની જરૂર નથી. મારી પાસે જે કંઈ સાધનસામગ્રી છે તેનાથી હું સંતુષ્ટ છું. મારે વધુ કંઈ જોઈતું નથી. મારું સુખ વસ્તુઓને આધીન નથી. હું અંદરના સાચા સુખને માણું છું. તેથી મારે ખજાનાની જરૂર નથી. આમ મારે ભય, વાસના કે ઇચ્છા નથી. માટે મારે સૈન્ય, જનાનખાના કે ખજાનાની જરૂર નથી. મારી પાસે કંઈ ન હોવા છતાં હું સુખી છું. માટે બહારથી કદાચ હું ફકીર છું, પણ અંદરથી તો હું બાદશાહ છું. બોલો બાદશાહ સલામત ! તમે બાદશાહ કે હું ? તમારે ખસવાનું કે મારે ?' બાદશાહ શું જવાબ આપે ? ફકીરની વાત તેને સાચી લાગી. તે અને તેનું સૈન્ય બાજુમાં ખસીને નીકળી ગયા. ફકીર ત્યાં જ બેઠો રહ્યો.
આ પ્રસંગનો સાર આટલો છે, ‘જેની પાસે કંઈ નથી તે સૌથી વધુ સુખી છે.’
ફકીર પાસે શરીર અને થોડી સાધનસામગ્રી હતી. તેથી તે તેટલો દુ:ખી હતો. તે સુખી હતો, પણ સાચો સુખી ન હતો. સાચા સુખી તો આ જગતમાં એકમાત્ર સિદ્ધભગવંતો જ છે, કેમકે તેમની પાસે બહારની કોઈ સામગ્રી નથી. યાવત્ શરીર પણ નથી. તેઓ કોઈને પરાધીન નથી. તેઓ સંપૂર્ણપણે સ્વાધીન છે. તેમનામાં કોઈ દોષો નથી. તેઓ સર્વગુણસંપન્ન છે. તેમનામાં કોઈ મિલનતા નથી. તેઓ સંપૂર્ણપણે વિશુદ્ધ છે.
આમ સિદ્ધભગવંતો સાચા સુખી છે. તે સિવાયના જીવો અમુક અંશે તો દુઃખી છે જ. આપણે પણ સાચા સુખી બનવું હોય તો સિદ્ધ બનવું જરૂરી છે. તે માટે સિદ્ધોનું સ્વરૂપ જાણવું જરૂરી છે. સિદ્ધોનું સ્વરૂપ બતાવનાર બે ગ્રન્થરત્નોના પદાર્થોનું આ પુસ્તકમાં સંકલન કરાયું છે. તે બે ગ્રન્થરત્નો એટલે (૧) સટીક શ્રીસિદ્ધપ્રાભૂત અને (૨)