________________
લિંગ ચારિત્ર અને બુદ્ધ દ્વારોમાં સત્પદપ્રરૂપણા
૧૧
તીર્થંકરીઓના તીર્થમાં અતીર્થંકર પુરુષો, સ્ત્રીઓ અને નપુંસકો સિદ્ધ થાય છે.
તીર્થંકરના તીર્થમાં અને તીર્થંકરીના તીર્થમાં નોતીર્થસિદ્ધ થાય છે. નોતીર્થસિદ્ધ એટલે પ્રત્યેકબુદ્ધસિદ્ધ, કેમકે પ્રત્યેકબુદ્ધો એકદેશરૂપ ભાવતીર્થમાં સિદ્ધ થાય છે, રજોહરણ-મુહપત્તિરૂપ દ્રવ્યતીર્થ તેમને હોતું નથી. તીર્થની સ્થાપના પૂર્વે પણ સિદ્ધ થાય છે.
૬) લિંગ -
દ્રવ્યલિંગની અપેક્ષાએ
અન્યલિંગમાં ચરક વગેરે સિદ્ધ થાય છે. ગૃહસ્થલિંગમાં મરુદેવીમાતા વગેરે સિદ્ધ થાય છે. સ્વલિંગમાં સાધુ-સાધ્વી સિદ્ધ થાય છે.
ભાવલિંગ (સમ્યગ્દર્શન-સમ્યગ્નાન-સમ્યક્ચારિત્ર)ની અપેક્ષાએ સર્વસાવદ્યયોગની વિરતિરૂપ સંયમને આશ્રયીને સ્વલિંગમાં સિદ્ધ થાય છે. ૭) ચારિત્ર -
વર્તમાનનયની અપેક્ષાએ યથાખ્યાતચારિત્રમાં સિદ્ધ થાય છે. પૂર્વભાવનયની અપેક્ષાએ-અવ્યંજિત (નામના ઉલ્લેખ વિના) - ૩, ૪ કે ૫ ચારિત્રવાળો સિદ્ધ થાય છે.
વ્યંજિત (નામના ઉલ્લેખસહિત)
કેટલાક સામાયિક, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત-આ ૩ ચારિત્ર પામીને સિદ્ધ થાય છે.
કેટલાક સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત - આ ૪ ચારિત્ર પામીને સિદ્ધ થાય છે.
કેટલાક સામાયિક, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસં૫રાય, યથાખ્યાત આ ૪ ચારિત્ર પામીને સિદ્ધ થાય છે.
કેટલાક સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત આ ૫ ચારિત્ર પામીને સિદ્ધ થાય છે. ૮) બુદ્ધ -
સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ, બુદ્ધબોધિત, બુદ્ધીબોધિત સ્ત્રીઓ, બુદ્ધીબોધિત
—