________________
નિશ્ચયપ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનયનયની અપેક્ષાએ સિદ્ધોની વિચારણા ૮) બુદ્ધ - સિદ્ધો બોધ પામેલ છે. ૯) જ્ઞાન - સિદ્ધોને કેવળજ્ઞાન હોય છે. ૧૦) અવગાહના - સિદ્ધોની જઘન્ય અવગાહના ૪૩ હાથ છે.
સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના ૩૫૦ ધનુષ્ય છે. ૧૧) ઉત્કર્ષ - આ દ્વારના ચાર વિકલ્પ છે -
(i) સમ્યકત્વથી પડ્યા વિના સિદ્ધ થાય છે. (i) સમ્યક્ત્વથી પડ્યા પછી સંખ્યાતકાળે સિદ્ધ થાય છે. (i) સમ્યત્વથી પડ્યા પછી અસંખ્યાતકાળે સિદ્ધ થાય છે. (iv) સમ્યક્ત્વથી પડ્યા પછી અનંતકાળે સિદ્ધ થાય છે.
અહીં સિદ્ધો સમ્યકત્વથી પડેલા નથી. ૧૨) અંતર - અંતરદ્વાર અનેકનો આશ્રય કરતો હોવાથી તેનો અહીં
અવતાર નથી, કેમકે નિશ્ચયપ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનય ભૂતભવિષ્યને અને પારકાને માનતો નથી. અનુસમય - અનુસમયદ્વાર અનેકનો આશ્રય કરતો હોવાથી તેનો અહીં અવતાર નથી, કેમકે નિશ્ચયપ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનય
ભૂત-ભવિષ્યને અને પારકાને માનતો નથી. ૧૪) ગણના - સિદ્ધો ૧ સિદ્ધ છે. ૧૫) અલ્પબદુત્વ - ૧ સિદ્ધ અલ્પ છે.
સિદ્ધોએ પરંપરાએ ભૂતકાળમાં બધા ભાવોને અનુભવ્યા હોવાથી પરંપરપૂર્વભાવપ્રજ્ઞાપનીય નયનો પણ અહીં અધિકાર નથી.
તેથી અહીં બે નયોનો અધિકાર છે – અનંતરપૂર્વભાવપ્રજ્ઞાપનીયનય અને સંવ્યવહાર પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનય. સરળતા માટે અનંતરપૂર્વભાવપ્રજ્ઞાપનીયનયને સંક્ષેપથી પૂર્વભાવનય કહ્યો છે અને સંવ્યવહારપ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયને સંક્ષેપથી વર્તમાનનય કહ્યો છે. • આઠ અનુયોગદ્વારો વડે અનંતરસિદ્ધોની વિચારણા(i) સત્પદપ્રરૂપણા -
૧૩)