SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલન કર્યું છે. પછી શ્રીગાંગેયભંગપ્રકરણના મૂળગાથા અને અવચૂરિનું સંકલન કર્યું છે. આ પુસ્તકરત્નમાં બધા ભાંગાઓને ખૂબ જ સરળ અને સ્પષ્ટ શૈલીમાં સમજાવ્યા છે. તેથી ભાંગાઓ સહેલાઈથી સમજાઈ જાય છે. આ બન્ને ગ્રંથોના અભ્યાસથી ગણિતનો પણ સારો અભ્યાસ થાય છે અને મન એકાગ્ર બને છે. શ્રીગાંગેયભંગપ્રકરણની ૨૪મી ગાથામાં ભંગિકહ્યુતના અભ્યાસનું ફળ બતાવતાં ગ્રન્થકારશ્રીએ કહ્યું છે કે - ઘોર રોગો અને ઉપસર્ગો નાશ પામે છે, સુખસંપત્તિ મળે છે, અને દેવપણું અને મોક્ષ મળે છે. આ પુસ્તકરત્નના અભ્યાસથી ભાંગાઓનો ડર ભાગી જાય છે અને ભાંગાઓ સમજવા માટેની રુચિ જાગે છે. આ પુસ્તકરત્નના અભ્યાસ દ્વારા સહુ બન્ને ગ્રંથોના ભાંગાઓનો સાંગોપાંગ અભ્યાસ કરી સમ્યજ્ઞાનની વૃદ્ધિ કરી શીઘ્ર પરમપદ પામે એ જ શુભાભિલાષા. | પરમ પૂજ્ય પરમગુરુદેવ સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય પ્રગુરુદેવ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય ગુરુદેવ સમતાસાગર પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજા - આ ગુરુત્રયીની અસીમ કૃપાના બળે જ આ પુસ્તકરત્નનું સંકલન-સંપાદન શક્ય બન્યું છે. એ ત્રણે ગુરુદેવના ચરણોમાં અનંતશઃ વંદના. આ સંપૂર્ણ પુસ્તકરત્નમાં જિનાજ્ઞાવિરુદ્ધ કંઈ પણ નિરૂપણ કરાયું હોય તો તેની ક્ષમા યાચું છું. વીર સં. ૨૫૩૯, વિક્રમ સં. ૨૦૬૯ જેઠ સુદ-૫, તા. ૧૪-૬-૨૦૧૩, શુક્રવાર પાટણ (ઉત્તર ગુજરાત) - સમતાસાગર પંન્યાસ પદ્રવિજયજી ગણિવર્યનો ચરણકેજમધુકર આચાર્ય હેમચન્દ્રસૂરિ
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy