SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ – ૭૯ भावात् तस्मादेव अनादिपारिणामिकादभव्यत्वभावादिति भावः । नवरमिति साभिप्रायकम् अभिप्रायश्च नवरमेतावता वैपरीत्यमिति ॥ ६७ ॥ ગાથાર્થ— આનાથી વિપરીત અભવ્યો છે. અભવ્યો અનાદિ પારિણામિક અભવ્યત્વ ભાવથી જ ક્યારેય ભવસમુદ્રના પારને પામ્યા નથી, પામતા નથી અને પામશે પણ નહિ. ટીકાર્થ— ગાથામાં નવાં શબ્દનો પ્રયોગ અભિપ્રાયવાળો છે. અભિપ્રાય આ છે— ભવ્યથી અભવ્યમાં આટલાથી જુદાપણું છે, અર્થાત્ અભવ્ય જીવ “મોક્ષમાં ન જાય” એ કારણથી અભવ્ય જીવ ભવ્ય જીવથી જુદો છે. આ જણાવવા ગાથામાં નવાં શબ્દનો પ્રયોગ કર્યો છે. (૬૭) भव्यद्वारानन्तरमाहारकद्वारमाह— विग्गहगइमावन्ना, केवलिणो समुहया अजोगी य । सिद्धा य अणाहारा, सेसा आहारगा जीवा ॥ ६८ ॥ [विग्रहगतिमापन्नाः केवलिनः समवहता अयोगिनश्च । સિદ્ધાશ્ચાનાહારા: શેષા આહારા નીવાઃ || ૬૮ ||] विग्रहगतिमापन्ना अपान्तरालगतिवृत्तय इत्यर्थः । केवलिनः समवहताः समुद्घातं गताः । अयोगिनश्च केवलिन एव शैलेश्यवस्थायामिति । सिद्धाश्च मुक्तिभाजः । एतेऽनाहारका ओजाद्याहाराणामन्यतमेनाप्यमी नाहारयन्तीत्यर्थः । शेषा उक्तविलक्षणा आहारका जीवा ओजलोमप्रक्षेपाहाराणां यथासंभवं येन નવિવાહારેખેતિ / ૬૮ || ભવ્યદ્વાર પછી આહારકદ્વારને કહે છે— ગાથાર્થ વિગ્રહગતિને પામેલા, સમુદ્ધાતને પામેલા કેવળીઓ, અયોગીઓ અને સિદ્ધો અનાહારક છે. બાકીના જીવો આહારક છે. ટીકાર્થ– વિગ્રહ ગતિને પામેલા એક ભવથી અન્ય ભવમાં જતાં અંતરાલગતિમાં વર્તતા જીવો વિગ્રહ(=વળાંકવાળી) ગતિથી જાય તો અનાહારક હોય છે. અયોગીઓ– અહીં અયોગી કેવળી જ જાણવા. અયોગી કેવળી શૈલેશી અવસ્થામાં અનાહારક હોય. અનાહારક ઓજાહાર વગેરે કોઇ પણ પ્રકારનો આહાર કરતા નથી.
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy