SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૭૧ ગાથાર્થ– શુભ પરિણામવાળો અને કાંક્ષાદિવિસ્રોતસિકાથી રહિત સમ્યગ્દષ્ટિ જિનેશ્વરોએ જે કહ્યું છે તે જ બધું નિઃશંક (=કોઇ જાતની શંકા વિના) સત્ય માને છે. ટીકાર્થ– શુભ પરિણામવાળો=શુભ પરિણામવાળો થયો છતો હમણાં કહેલા (ઉપશમાદ) બધા ગુણોથી યુક્ત. કાંક્ષાદિ વિસ્રોતસિકાથી રહિત– કાંક્ષા એટલે બીજા બીજા દર્શનનું ગ્રહણ કરવું. આદિ શબ્દથી વિચિકિત્સાનું ગ્રહણ કરવું. વિસ્રોતસિકા એટલે સંયમરૂપ ધાન્યને સ્વીકારીને (શુભ) અધ્યવસાયરૂપ પાણીનું ઊલટા પ્રવાહે જવું. (તાત્પર્યાર્થ— જેમ ખેતરમાં કે વાડીમાં ધાન્ય વાવ્યા પછી પાણી ખેતર કે વાડી તરફ ન વહે, ઊલટી તરફ વહે, તો ધાન્યને પાણી ન મળવાના કારણે તેમાં અનાજનો પાક ન થાય, તેમ સંયમ સ્વીકાર્યા પછી અધ્યવસાયો શુભ ન રહે, અશુભ રહે તો સંયમનું ફળ ન મળે. વિસ્રોતસિકા એટલે મનનું વિમાર્ગમાં જવું=દુષ્ટ ચિંતન કરવું. ટીકામાં સંયમને આશ્રયીને કહ્યું છે. પણ સંયમના ઉપલક્ષણથી દેશવિરતિ અને સમ્યગ્દર્શનને આશ્રયીને પણ આ સમજી લેવું જોઇએ.) બધું– બધું જ માને છે. કંઇક માને અને કંઇક ન માને, એવું નથી. કારણ કે ભગવાન ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. (૫૯) उपसंहरन्नाह— एवंविहपरिणामो, सम्मद्दिट्ठी जिणेहिं पन्नत्तो । एसो य भवसमुद्दं लंघइ थोवेण कालेण ॥ ६० ॥ [Íવિધપરિણામ: સમ્યગ્દિિનનૈ: પ્રજ્ઞતઃ । एष च भवसमुद्रं लङ्घयति स्तोकेन कालेन ॥ ६० ॥] एवंविधपरिणाम इत्यनन्तरोदितप्रशमादिपरिणामः सम्यगृष्टिर्जिनैः प्रज्ञप्त इति प्रकटार्थः । अस्यैव फलमाह - एष च भवसमुद्रं लङ्घयति अतिक्रामति स्तोकेन कालेन । प्राप्तबीजत्वादुष्कृष्टतोऽप्युपार्धपुद्गलपरावर्तान्तः સિદ્ધિપ્રાસેરિતિ || ૬ ||
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy