SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૬૪ તે જમિથ્યાત્વપરમાણુઓ તેવા પ્રકારના આત્મપરિણામથી ક્યાંક ( કોઈક જીવમાં) તેવા પ્રકારની શુદ્ધિ પામે છે કે જેથી ક્ષાયોપથમિક સમ્યક્ત્વ થાય છે. તેમાં પણ કાળની અપેક્ષાએ ક્યાંક (=કોઇક જીવમાં) સાતિચાર ક્ષાયોપથમિક સમ્યક્ત્વ હોય છે તો ક્યાંક નિરતિચાર સમ્યકત્વ હોય છે. બીજા મિથ્યાત્વપરમાણુઓ તેવા પ્રકારના આત્મપરિણામથી તેવા પ્રકારની અવસ્થાને પામે છે કે જેથી ઔપશમિક સમ્યકત્વ થાય છે. બીજા મિથ્યાત્વપરમાણુઓનો ક્ષય થાય છે અને એ ક્ષયથી જ ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે. (૫૧) अपरेऽप्यस्य भेदाः संभवन्तीति कृत्वा तानपि सूचयन्नाहकिं चेहुवाहिभेया, दसहावीमं परूवियं समए । ओहेण तंपिमेसि, भेयाणमभिन्नरूवं तु ॥ ५२ ॥ [किं चेहोपाधिभेदात् दशधापीदं प्ररूपितं समये । ओघेन तदपि अमीषां भेदानामभिन्नरूपं तु ॥ ५२ ॥] कि चेहोपाधिभेदादाज्ञादिविशेषणभेदादित्यर्थः दशधापीदं दशप्रकारमप्येतत्सम्यक्त्वं प्ररूपितं समये आगमे । यथोक्तं प्रज्ञापनायां निसग्गुवएसरुई आणरुई सुत्तबीयरुइमेव । अभिगमवित्थाररुई किरियासंखेवधम्मरुई ॥ १ ॥ आह- तदेवेह कस्मानोक्तमिति उच्यते- ओघेन सामान्येन तदपि दशप्रकार-ममीषां भेदानां क्षायोपशमिकादीनां अभिन्नरूपमेव एतेषामेव केनचिद्भेदेन भेदात् । संक्षेपारम्भश्चायमतो न तेषामभिधानमिति ॥ ५२ ॥ સમ્યકત્વના બીજા પણ ભેદો સંભવે છે. આથી તે ભેદોની સૂચના કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ– વળી અહીં શાસ્ત્રમાં ઉપાધિના ભેદથી દશ પ્રકારનું પણ સમ્યકત્વ કહ્યું છે. સામાન્યથી આ દશ પ્રકારનું પણ સમ્યક્ત્વ ક્ષાયોપથમિક વગેરે ભેદોનું અભિન્ન સ્વરૂપ છે. ટીકાર્થ– ઉપાધિના ભેદથી=આજ્ઞા વગેરે વિશેષણોના ભેદથી, આજ્ઞા વગેરે વિશેષણોના ભેદથી દશ પ્રકારનું સમ્યકત્વ છે. આ વિષે પ્રજ્ઞાપના ઉપાંગમાં કહ્યું છે કે નિસર્ગરુચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચિ, સૂત્રરુચિ,
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy