SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૪૯ तथानन्तानां ग्रहणं तु । आगमस्तावत् "जाव णं अयं जीवे एयइ वेयइ चलइ फंदइ ताव णं अट्ठविहबन्धए वा सत्तविहबंधए वा छव्विहबंधए वा एगविहबंधए वा" इत्यादि । संसारस्तु प्रतिसमयबन्धकसत्त्वससृतिरूपः प्रतीत एव । एवमागमात्संसाराच्च न तथानन्तानां ग्रहणमेव भवति यथा बध्यमानकर्मपुद्गलाभावाद्वन्धाभाव एवेति ॥ ४१ ॥ આ પ્રમાણે શિષ્ય કહ્યું એટલે ગુરુ શિષ્યને કહે છે ગાથાર્થ– ટીકાર્થ– શું એક સમયમાં અનંત કર્મપુદ્ગલોનું ગ્રહણ થતું નથી ? અર્થાત્ થાય જ છે. તેથી અદોષ કેવી રીતે છે ? દોષ જ છે. કેમ કે શીર્ષ પ્રહેલિકા જેટલા ધનના ઢગલામાંથી પણ દરરોજ સોમા ભાગ જેટલો મહાન ઢગલો લેવામાં આવે અને અત્યંત અલ્પ તેમાં નાખવામાં આવે તો સો વર્ષ પહેલાં જ સઘળા ધનનો યોગ સો પુરુષોની સાથે ઘટી શકે છે, અર્થાતુ શીર્ષ પ્રહેલિકા જેટલો ધનનો મોટો ઢગલો ખલાસ થઈ જાય. જે કાળના કેવળી પણ બે વિભાગ ન કરી શકે તેટલો અત્યંત અલ્પકાળ સમય કહેવાય છે. અહીં કદાચ કોઈ એમ કહે– આગમથી અને સંસારથી તે પ્રમાણે અનંત કર્મયુગલોનું ગ્રહણ ન થાય. આગમ આ પ્રમાણે છે- “જ્યાં સુધી આ જીવ કંપે છે, વિશેષ કંપે છે, ચાલે છે, કંઇક હાલે છે ત્યાં સુધી આઠ પ્રકારના કર્મનો બંધક છે, અથવા સાત પ્રકારના કર્મનો બંધક છે, અથવા છ પ્રકારના કર્મનો બંધક છે, અથવા એક પ્રકારના કર્મનો બંધક છે-ઇત્યાદિ.” પ્રતિસમય કર્મબંધ કરનાર જીવોનો એક ગતિમાંથી બીજી ગતિમાં સંસરણ કરવા રૂપ સંસાર તો જાણીતો જ છે. (અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જીવો તે રીતે અનંત કર્મયુગલો ગ્રહણ કરતા નથી કે જેથી બંધનો અભાવ થાય. બંધનો અભાવ થતો હોય તો આ દેખીતો સંસાર જ ન હોય. જ્યારે સંસાર તો પ્રત્યક્ષ દેખાઈ જ રહ્યો છે.) આ પ્રમાણે આગમથી અને સંસારથી એ નિશ્ચિત થાય છે કે તે રીતે અનંત કર્મપુદ્ગલોનું ગ્રહણ થતું નથી જેથી બંધાતા (બધા) પુદ્ગલોનો અભાવ થવાથી કર્મબંધનો અભાવ જ થાય. (૪૧) १. प्रतिसमयबन्धकर्मत्वसंसृतिरूप:
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy