SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૩૨૪ ता इत्थ जं न पत्तं, तयत्थमेवुज्जमं करेमित्ति । विबुहजणनिदिएणं, किं संसाराणुबंधेणं ॥ ३६२ ॥ तदत्र (सामग्र्यां) यन्न प्राप्तं तदर्थमेवोद्यमं करोमीति । विबुधजननिन्दितेन किं संसारानुबन्धेन ॥ ३६२ ॥ इति निगदसिद्धो गाथात्रयार्थः । ગાથાર્થ– ટીકાર્થ– જીવોમાં ત્રાસપણું (=બેઇંદ્રિયાદિપણું) શ્રેષ્ઠ છે. ત્રાસપણામાં પંચેંદ્રિયપણું શ્રેષ્ઠ છે. પંચેંદ્રિયોમાં મનુષ્યપણું શ્રેષ્ઠ છે. મનુષ્યપણામાં આર્યદેશ શ્રેષ્ઠ છે. (૩૫૬) આર્ય દેશમાં ઉગ્રકુળ વગેરે આર્યકુળ શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ કુળમાં જાતિ શ્રેષ્ઠ છે. જાતિ માતાથી ઉત્પન્ન થયેલી હોય છે. અર્થાત્ માતાનો વંશ તે જાતિ. જાતિમાં પણ સર્વ અંગોની પરિપૂર્ણતારૂપ રૂપ સમૃદ્ધિ શ્રેષ્ઠ છે. રૂપમાં બળ શ્રેષ્ઠ છે. (૩૫૭) બળમાં પણ જીવિત (દીર્ધાયુ) શ્રેષ્ઠ છે. જીવિતમાં પણ વિજ્ઞાન (=વિશિષ્ટ બુદ્ધિ) શ્રેષ્ઠ છે. વિજ્ઞાનમાં સમ્યકત્વ શ્રેષ્ઠ છે. સમ્યકૃત્વમાં શીલની (=ચારિત્રની) પ્રાપ્તિ શ્રેષ્ઠ છે. (૩૫૮) શીલમાં ક્ષાયિકભાવ શ્રેષ્ઠ છે. ક્ષાયિકભાવમાં કેવલજ્ઞાન શ્રેષ્ઠ છે. ઉત્કૃષ્ટ જ્ઞાનરૂપ સંપૂર્ણ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતાં મોક્ષ થાય છે. (વિપક્ષયોનના સર્વત્ર =) આ વિષયને ઊલટ રીતે પણ વિચારવો. જેમ કે ક્ષાયિકભાવ વિનાનું શીલ, શીલ વિનાનું સમ્યક્ત્વ, સમ્યકત્વ વિનાનું વિજ્ઞાન, એમ ઉત્તર-ઉત્તરના અભાવે પૂર્વ-પૂર્વ ભાવો નિષ્ફળ કે ઊલટા હાનિકારક પણ બને. (૩૫૯) જન્મ-જરા-મરણ-દુઃખથી ગ્રહણ કરાયેલા જીવને સંસારમાં સુખ નથી. માટે મોક્ષ મેળવવા યોગ્ય છે. (૩૬૦) મોક્ષ કેવો છે તે કહે છે– મોક્ષ જન્માદિ દોષથી રહિત છે, અને દુઃખરહિત સુખથી યુક્ત છે. મનુષ્યભવમાં મેં હમણાં મોક્ષને સાધવાની સામગ્રી ઘણી પ્રાપ્ત કરી છે. (૩૬૧) તેથી અહીં જે પ્રાપ્ત થયું નથી તેના માટે જ ઉદ્યમ કરું. વિચક્ષણ જનથી નિંદાયેલી સંસારની પરંપરાથી શું? (૩૬ ૨) इत्थं चिन्तनफलमाहवैरग्गं कम्मक्खय विसुद्धनाणं च चरणपरिणामो । थिरया आउ य बोही, इय चिंताए गुणा हुँति ॥ ३६३ ॥ [वैराग्यं कर्मक्षयः विशुद्धज्ञानं च चरणपरिणामः । स्थिरता आयुः च बोधिः इत्थं चिन्तायां गुणा भवन्ति ॥ ३६३ ॥]
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy