SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૩૧૭ [भणितं च कूपज्ञातं द्रव्यस्तवगोचरं इह सूत्रे । नियतारम्भप्रवृत्ता यच्च गृहिणः तेन कर्तव्या ॥ ३४७ ॥] भणितं च प्रतिपादितं च कूपज्ञातं कूपोदाहरणं किं विषयमित्याहद्रव्यस्तवगोचरं द्रव्यस्तवविषयं इह सूत्रे जिनागमे “दव्वत्थए कूवदिठूतो" इति वचनात् । तृडपनोदार्थं कूपखननेऽधिकतरपिपासाश्रमादिसंभवेऽप्युद्भवति तत एव काचिच्छिरा यदुदकाच्छेषकालमपि तृडाद्यपगम इति । एवं द्रव्यस्तवप्रवृत्तौ सत्यपि पृथिव्याधुपमर्दे पूज्यत्वाद्भगवत उपायत्वात्तत्पूजाकरणस्य श्रद्धावतः समुपजायते तथाविधः शुभः परिणामो यतोऽशेषकर्मक्षपणमपीति । उपपत्त्यन्तरमाह- नियतारम्भप्रवृत्ता यच्च गृहिण इत्यनवरतमेव प्रायस्तेषु तेषु परलोकप्रतिकूलेष्वारम्भेषु प्रवृत्तिदर्शनात् तेन कर्तव्या पूजा, कायवधेऽपि उक्तवदुपकारसम्भवात्, तावन्ती वेलामधिकतराधिकरणाभावादिति ॥ ३४७ ॥ આ હેતુ અસિદ્ધ નથી એમ નિરાકરણ કરે છે– ગાથાર્થ– ટીકાર્થ– અહીં જિનાગમમાં દ્રવ્યસ્તવમાં કૂવાનું દષ્ટાંત કહ્યું છે. કારણ કે “દ્રવ્યસ્તવમાં કૂપનું દૃષ્ટાંત છે.” એવું વચન છે. તૃષાને દૂર કરવા માટે કૂવો ખોદવામાં પૂર્વ કરતાં અધિક તૃષા થાય, શ્રમ વગેરે પણ થાય. આમ છતાં કૂવામાંથી જ કોઈ શિરા નીકળે છે કે જેના પાણીથી તે કાળે થયેલ તુષા વગેરે તો દૂર થાય જ છે, કિંતુ બીજા કાળે પણ તૃષા વગેરે દૂર થાય છે. આ પ્રમાણે દ્રવ્યસ્તવની પ્રવૃત્તિમાં પૃથ્વીકાય આદિની હિંસા થતી હોવા છતાં ભગવાન પૂજ્ય હોવાથી અને જિનપૂજા શુભ પરિણામનો હેતુ હોવાથી શ્રદ્ધાવાળા જીવને પૂજાથી તેવા પ્રકારનો શુભ પરિણામ થાય છે, કે જેથી સઘળાં કર્મોનો ક્ષય પણ થાય. બીજી યુક્તિને કહે છે- ગૃહસ્થો સતત આરંભમાં પ્રવૃત્ત હોય છે. કારણ કે પરલોક માટે પ્રતિકૂળ હોય તેવા તે તે આરંભોમાં ગૃહસ્થોની પ્રાયઃ સતત જ પ્રવૃત્તિ જોવામાં આવે છે. તેથી જીવહિંસા થવા છતાં પૂજા કરવી જોઈએ. કેમ કે પૂજાથી હમણાં કહ્યું તેમ ઉપકારકલાભ થાય છે. તેટલો સમય અધિક અધિકરણનો (પાપક્રિયાનો) અભાવ થાય છે. (૩૪૭) ૧. વાક્ય ક્લિષ્ટ બને એ હેતુથી રપ શબ્દનો અનુવાદ કર્યો નથી.
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy