SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૯૧ सव्वं वावारं चेव हलसगडघरकम्माइयं ण करेमि । एत्थ जो देसपोसहं करेइ सो सामायिकं करेइ वा ण वा। जो सव्वपोसहं करेइ सो नियमा कयसामाइओ। जइ ण करे तो णियमा वंचिज्जइ । तं कहिं करेइ ? चेइयघरे साहुमूले वा घरे वा पोसहसालाए वा । उम्मुक्कमणिसुवन्नो पढंतो पोत्थगं वा वायंतो धम्मज्झाणं वा झायइ । जहा एए साहुगुणा अहमस(म)त्थो मंदभग्गो धारेउं विभासा। इदमपि च शिक्षापदव्रतमतिचाररहितमनुपालनीयमिति ॥ ३२२ ॥ ગાથાર્થ– આહાર પૌષધ વગેરે દરેક પૌષધ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે જાણવો. દેશ પૌષધમાં સામાયિક કરે કે ન પણ કરે. સર્વ પૌષધમાં અવશ્ય સામાયિક કરે. ટીકાર્થ– અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– આહાર પૌષધના દેશથી અને સર્વથી એમ બે ભેદ છે. અમુક વિગઈનો કે બધી વિગઈઓનો ત્યાગ, આયંબિલ, એકાસણું, બેસણું, (તિવિહાર ઉપવાસ) વગેરે દેશથી આહાર પૌષધ છે. દિવસ-રાત સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ તે સર્વથી આહાર પૌષધ છે. સ્નાન કરવું, તેલ ચોળવું, મેંદી વગેરે લગાડવું, ચંદન આદિનું વિલેપન કરવું, મસ્તકમાં પુષ્પ નાંખવાં, અત્તર આદિ સુગંધી પદાર્થો લગાડવા, તાંબૂલ-પાન ચાવીને હોઠને તાંબૂલ-પાનથી રંગવા, સુંદર કિંમતી રંગીન વસ્ત્રો પહેરવાં, આભૂષણો પહેરવાં વગેરે શરીર સત્કાર છે. શરીર સત્કારનો ત્યાગ તે શરીર સત્કાર પૌષધ છે. તેના દેશથી અને સર્વથી એમ બે ભેદ છે. કોઈ અમુક શરીરસત્કારનો ત્યાગ તે દેશથી શરીરસત્કાર પૌષધ છે. સર્વ પ્રકારના શરીરસત્કારનો ત્યાગ તે સર્વથી શરીરસત્કાર પૌષધ છે. બ્રહ્મચર્ય પૌષધના દેશથી અને સર્વથી એમ બે ભેદ છે. દિવસે કે રાત્રે મૈથુનનો ત્યાગ અથવા એક કે બે વખતથી વધારે મૈથુનનો ત્યાગ તે દેશથી બ્રહ્મચર્ય પૌષધ છે. સંપૂર્ણ અહોરાત્ર સુધી મૈથુનનો ત્યાગ તે સર્વથી બ્રહ્મચર્ય પૌષધ છે. અવ્યાપારપૌષધના દેશથી અને સર્વથી એમ બે ભેદ છે. કોઈ અમુક (રસોઈ કરવી નહિ, વેપાર નહિ કરવો, કપડા નહિ ધોવા વગેરે રીતે) પાપવ્યાપારનો ત્યાગ તે દેશથી અવ્યાપાર પૌષધ છે. હળ ચલાવવું, ગાડું ચલાવવું, ઘર સમારવું વગેરે સર્વ પાપવ્યાપારોનો ત્યાગ તે સર્વથી અવ્યાપાર પૌષધ છે.
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy