SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૨૮૦. એથી વ્રતને સ્વીકારતી વખતે સર્વવિરતિવાદી તે દેશવિરતિ અને સર્વવિરતિ એ ઉભયથી ભ્રષ્ટ થાય છે. કારણ કે જેની પ્રતિજ્ઞા કરી છે તેનું પાલન કરતો નથી. (૩૧૧) उक्तमानुषङ्गिकं । प्रकृतं प्रस्तुमः । इदमपि च शिक्षापदव्रतमतिचाररहितमनुपालनीयमिति तानाहमणवयणकायदुप्पणिहाणं सामाइयम्मि वज्जिज्जा । सइअकरणयं अणवट्ठियस्स तह करणयं चेव ॥ ३१२ ॥ [मनोवाक्कायदुःप्रणिधानं सामायिके वर्जयेत् । स्मृत्यकरणतां अनवस्थितस्य तथा करणं चैव ॥ ३१२ ॥] मनोवाक्कायदुःप्रणिधानं मनोदुष्टचिन्तनादि सामायिके कृते सति वर्जयेत् स्मृत्यकरणतां अनवस्थितस्य तथा करणं चैव वर्जयेत् । तत्र स्मृत्यकरणं नाम सामायिकविषया या स्मृतिस्तस्या अनासेवनमिति। एतदुक्तं भवति प्रबलप्रमादान्नैव स्मरत्यस्यां वेलायां सामायिकं कर्तव्यं कृतं न कृतमिति वा । स्मृतिमूलं च मोक्षसाधनानुष्ठानमिति । सामायिकस्यानवस्थितस्य करणं अनवस्थितमल्पकालं करणानन्तरमेव त्यजति यथाकथञ्चिद्वानवस्थितं करोतीति ॥ ३१२ ॥ આનુષંગિક કહ્યું. હવે પ્રસ્તુત શરૂ કરીએ છીએ. સામાયિક શિક્ષાપદ વ્રત પણ નિરતિચાર પાળવું જોઇએ. આથી અતિચારોને કહે છે ગાથાર્થ– સામાયિકમાં મન-વચન-કાયાનું દુપ્રણિધાન, સ્મૃતિઅકરણ અને અનવસ્થિત-કરણનો ત્યાગ કરે. ટીકાર્થ– સામાયિક કર્યો છતે મનમાં દુષ્ટ ચિતવવું, એ મનો દુપ્પણિધાન છે. વચનથી પાપવચન બોલવું એ વચન દુપ્રણિધાન છે. કાયાથી પાપ કરવું એ કાયદુપ્રણિધાન છે. સ્મૃતિ-અકરણ– સામાયિકને યાદ ન કરવું. આનો ભાવાર્થ આ પ્રમાણે છે– અતિશય પ્રમાદના કારણે અત્યારે મારે સામાયિક કરવાનું છે, મેં સામાયિક કર્યું કે નહિ વગેરે ભૂલી જાય. મોક્ષસાધનાના અનુષ્ઠાનોનું મૂળ સ્મૃતિ છે. (જે અનુષ્ઠાન યાદ જ ન હોય તેનું આચરણ શી રીતે થાય ?) અનવસ્થિત-કરણ– અનવસ્થિત સામાયિક કરે, અનવસ્થિત એટલે
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy