SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૮ તે વિશેષ અર્થ આ છે– જ્ઞાનાવરણ વિશેષ જ્ઞાનને આવરે છે. દર્શનાવરણ સામાન્યજ્ઞાનને આવરે છે. દર્શન એટલે સામાન્ય જ્ઞાન, દર્શનના ચક્ષુદર્શન વગેરે નવ ભેદો છે. વેદનીય– સાતા-અસાતારૂપે જે વેદાય=અનુભવાય તે વેદનીય. જો કે વેદાય-અનુભવાય તે વેદનીય એવા શબ્દાર્થથી તો જે કોઈ વસ્તુ અનુભવાય તે સર્વ વસ્તુ વેદનીય કહેવાય. પણ અહીં વેદનીય શબ્દ રૂઢ અર્થવાળો હોવાથી સાતાવેદનીય અને અસતાવેદનીય એ બે જ વેદનીય કહેવાય છે. જેમ કે- જે કાદવમાંથી ઉત્પન્ન થાય તે પંકજ. પંકજ શબ્દના આ શબ્દાર્થથી તો જે જે વસ્તુ કાદવમાંથી ઉત્પન્ન થાય તે બધી વસ્તુ પંકજ કહેવાય. પણ પંકજ શબ્દ કમળ અર્થમાં રૂઢ હોવાથી પંકજ એટલે કમળ એવો અર્થ છે. મોહનીય– જે મુંઝવે તે મોહનીય. મોહનીય કર્મ મિથ્યાત્વ આદિ સ્વરૂપ હોવાથી જીવોને શ્રદ્ધા વગેરેમાં મુંઝવે છે, અર્થાત્ શ્રદ્ધા વગેરે થવા દેતું નથી. (૧૦) आउअ नाम गोयं, चरमं पुण अंतराय होइ । मूलपयडीउ एया, उत्तरपयडी अओ वुच्छं ॥ ११ ॥ [आयुष्कं नाम गोत्रं चरमं पुनरन्तरायं भवति । મૂત્રપ્રવૃતય હતા ત્તરપ્રવૃતી તો વચ્ચે ? I] आयुष्कं नाम गोत्रं । तत्रैति याति वेत्यायुरननुभूतमेत्यनुभूतं च यातीत्यर्थः सर्वमपि कर्मैवम्भूतं तथापि प्रक्रान्तभवप्रबन्धाविच्छेदादायुष्कमेव गृह्यते । अस्ति च विच्छेदो मिथ्यात्वादिषु । तथा गत्यादिशुभाशुभनमनानामयतीति नाम । तथा गां वाचं त्रायत इति गोत्रं, रुढिषु हि क्रिया कर्मव्युत्पत्त्यर्था नार्थक्रियार्था. इत्युच्चैर्भावादिनिबन्धनमदुष्टमित्यर्थः । चरमं पुनः पर्यन्तवति तत्पुनरन्तरायं भवति दानादिविघ्नोऽन्तरायस्तत्कारणमन्तरायमिति । मूलप्रकृतय एताः सामान्यप्रकृतय इत्यर्थः । उत्तरप्रकृतीरेतद्विशेषरूपा अतो वक्ष्ये अत ऊध्वर्मभिधास्य इति ॥ क्रमप्रयोजनं प्रथमगुणघातादि यथा कर्मप्रकृतिसंग्रहण्यामुक्तं तथैव द्रष्टव्यं, ग्रन्थविस्तरभयाद्वस्तुतोऽप्रक्रान्तत्वाच्च न लिखितमिति ॥ ११ ॥ ગાથાર્થ– આયુષ્ક, નામ, ગોત્ર અને છેલ્લું અંતરાય કર્મ છે. આ મૂળ પ્રકૃતિઓ છે. ઉત્તર પ્રવૃતિઓ હવે પછી કહીશ.
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy