SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૩૮ એવા વિશ્વાસથી કરેલી ગુપ્ત વાત બીજાને કહેવી એ સ્વદારમંત્રભેદ છે. (પત્નીના ઉપલક્ષણથી મિત્ર આદિ માટે પણ તેમ સમજવું. અર્થાત્ કોઇપણ વ્યક્તિએ મારી વાત બીજા પાસે નહિ જાય એવા વિશ્વાસથી કરેલી ગુપ્ત વાત બીજાને કહેવી તે સ્વદારમંત્રભેદ છે.) (૪) અસત્યઉપદેશ– બીજાને “આ આમ આમ કહે” ઇત્યાદિ જૂઠું બોલવાની સલાહ આપવી. (૫) કૂટલેખકરણ– કૂટ એટલે ખોટું. લેખકરણ એટલે લખવું. ખોટું લખવું તે કૂટલેખકરણ. કૂટલેખકરણના અન્યનામ, અન્યમુદ્રા, અન્યઅક્ષર, અન્યબિંબ અને અન્ય સ્વરૂપ એ પાંચ ભેદો છે. અન્યનામસહી વગેરેમાં પોતાનું નામ લખવાના બદલે બીજાનું નામ લખવું. અથવા અમુક વિગત લખે પોતે અને બીજાના નામે પ્રસિદ્ધ કરે. અન્યમુદ્રા- જે મહોર છાપ કરવાની હોય તેના બદલે બીજી મહોર છાપ કરે. અન્યઅક્ષર પોતાના હસ્તાક્ષરોથી લખવાના બદલે બીજાના હસ્તાક્ષરોથી લખે. અન્યબિંબ– પોતાના જેવા અક્ષરો હોય તેનાથી જુદી જાતના અક્ષરોથી લખે. અન્યસ્વરૂપ- જે વિગત લખવી જોઈએ તે ન લખતાં બીજી જ વિગત લખે, અર્થાત્ સત્ય લખવાને બદલે અસત્ય લખે. આ દોષોને આચરતો જીવ વ્રતને દૂષિત કરે છે, માટે આ પાંચ દોષોનો ત્યાગ કરે. (૨૬૩) बुद्धीइ निएऊणं, भासिज्जा उभयलोगपरिसुद्धं । सपरोभयाण जं खलु, न सव्वहा पीडजणगं तु ॥ २६४ ॥ [बुद्ध्या निरीक्ष्य भाषेत उभयलोकपरिशुद्धम् । स्वपरोभयानां यत् खलु न सर्वथा पीडाजनकं तु ॥ २६४ ॥] बुद्ध्या निरीक्ष्य सम्यगालोच्येति भावः भाषेत ब्रूयात् उभयलोकपरिशुद्धं इहलोकपरलोकाविरुद्धं स्वपरोभयानां यत् खलु न सर्वथा पीडाजनकं तत्र स्वपीडाजनकं पिङ्गलस्थपतिवचनवत् परपीडाजनकं चौरस्त्वमित्यादि एवमुभयपीडाजनकमपि द्रष्टव्यमिति ॥ २६४ ॥ .. ગાથાર્થ– બુદ્ધિથી સારી રીતે વિચારીને જે વચન આ લોક અને પરલોકથી વિરુદ્ધ ન હોય અને સ્વ-પર-ઉભયને બધી રીતે પીડા કરનારું ન હોય તેવું વચન બોલે.
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy