________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૩
રોચક— જિનાજ્ઞા પ્રમાણે ક્રિયા કરવાની રુચિ હોવા છતાં અવિરતિવાળા શ્રેણિક, કૃષ્ણ વગેરેની જેમ જે જીવ ક્રિયાથી રહિત હોય તે જીવને રોચક સમ્યક્ત્વ હોય.
દીપક– જેમ દીપક પરને પ્રકાશિત કરે, તેમ સ્વયં મિથ્યાષ્ટિ હોવા છતાં અંગારમર્દક આચાર્ય વગેરેની જેમ બીજાઓની આગળ જિનોક્ત પદાર્થોનું યથાવસ્થિત પ્રકાશન કરે તે કારણથી તેને દીપક સમ્યક્ત્વ હોય.
સમ્યક્ત્વ આત્માના શુભ પરિણામરૂપ છે શુભ એટલે સંક્લેશ રહિત. સમ્યક્ત્વ આત્માના શુભ પરિણામસ્વરૂપ જ છે. આનાથી શુભ જીવપરિણામથી ભિન્ન એવા વેષ વગેરે ધર્મનો વ્યવચ્છેદ કર્યો. કારણ કે બાહ્ય વેષ વગેરે આત્મપરિણામથી ભિન્નધર્મ હોવાથી તેનાથી આત્માને ઉપકાર થતો નથી. (૭)
जं जीवकम्मजोए, जुज्जइ एयं अओ तयं पुवि । वोच्छं तओ कमेणं, पच्छा तिविहं पि सम्मत्तं ॥ ८ ॥ [यतो जीवकर्मयोगे युज्यते एतदतः तकं पूर्वम् ।
वक्ष्ये ततः क्रमेण पश्चात्त्रिविधमपि सम्यक्त्वम् ॥ ८ ॥] यतो यस्मात्कारणाज्जीवकर्मयोगे जीवकर्मसंबन्धे सति युज्यते एतत् घटते इदं सम्यक्त्वं कर्मक्षयोपशमादिरूपत्वात् अतोऽस्मात्कारणात् तकं जीवकर्मयोगं पूर्वमादौ वक्ष्ये ऽभिधास्ये । ततस्तदुत्तरकालं क्रमेण परिपाट्या पश्चात्रिविधमपि क्षायोपशमिकादि सम्यक्त्वं वक्ष्य इति ॥ ८ ॥
ગાથાર્થ-ટીકાર્થ- સમ્યક્ત્વ કર્મના ક્ષયોપશમાદિ રૂપ હોવાથી જીવ અને કર્મનો સંબંધ થયે છતે ઘટે છે. આથી પહેલાં જીવ-કર્મના સંયોગને કહીશ. ત્યારબાદ ક્રમશઃ ક્ષાયોપશમિકાદિ ત્રણે પ્રકારના સમ્યક્ત્વને કહીશ. (૮)
तत्राह
जीवो अणाइनिहणो, नाणावरणाइकम्मसंजुत्तो । मिच्छत्ताइनिमित्तं, कम्मं पुण होइ अट्ठविहं ॥ ९ ॥ [जीवो ऽनादिनिधनो ज्ञानावरणादिकर्मसंयुक्त: । मिथ्यात्वादिनिमित्तं कर्म पुनर्भवत्यष्टविधम् ॥ ९ ॥]
-