SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૯૪ આ જ વિષયને કહે છે— ગાથાર્થ– પ્રદેશથી સઘળું કર્મ ભોગવાય છે, રસથી વિકલ્પનીય છે. તેથી અવશ્ય અનુભવવામાં તેને કૃતનાશ વગેરે કયા દોષો છે ? ટીકાર્થ– કર્મને પ્રદેશોદયથી ખપાવવા વડે સઘળું કર્મ ભોગવાય છે. રસથી વિકલ્પનીય છે, એટલે કે ક્યારેક કર્મ ૨સથી ભોગવાય છે, ક્યારેક નહિ. ક્ષપકશ્રેણિમાં પ્રગટ થતા પરિણામ વગેરેમાં ૨સ વિના પણ ભોગવાય છે. જો ક્ષપકશ્રેણિમાં પણ રસથી જ કર્મ ભોગવાતું હોય તો મોક્ષ ન થવાની આપત્તિ આવે. તેથી પ્રદેશથી અવશ્ય સર્વ કર્મ ભોગવાઇ જતું હોવાથી કૃતનાશ વગેરે દોષો થતા જ નથી. (૧૯૬) શ્ર્ચિ— उदयक्खयक्खओवसमोवसमा जं च कम्मुणो भणिया । दव्वाइपंचयं पइ, जुत्तमुवक्कामणमओ वि ॥ १९७ ॥ [उदयक्षयक्षयोपशमोपशमाः यच्च कर्मणो भणिताः । द्रव्यादिपञ्चकं प्रति युक्तमुपक्रामणमतोऽपि ॥ १९७ ॥] उदयक्षयक्षयोपशमोपशमाः यच्च यस्मात्कारणात्कर्मणो भणितास्तीर्थकरगणधरैः द्रव्यादिपञ्चकं प्रति द्रव्यं क्षेत्रं कालं भवं भावं च प्रतीत्य यथा द्रव्यं माहिषं दधि क्षेत्रं जाङ्गलं कालं प्रावृक्षणं भवमेकेन्द्रियादिकं भावमौदयादिकादिकमालस्यादिकं वा प्रतीत्योदयो निद्रावेदनीयस्स एवं व्यत्ययादिना क्षयादियोजना कार्या युक्तमुपक्रामणमतोऽपि अनेन कारणेन कर्मण उपक्रमो युज्यत इति । इत्थं चैतदङ्गीकर्तव्यम् ॥ १९७ ॥ વળી ગાથાર્થ— જે કારણથી દ્રવ્યાદિ પાંચને આશ્રયીને કર્મના ઉદય-ક્ષયક્ષયોપશમ-ઉપશમ કહ્યાં છે તે કારણથી પણ કર્મનો ઉપક્રમ ઘટે છે. ટીકાર્થ— દ્રવ્યાદિ પાંચને આશ્રયીને કર્મનો ઉદયાદિ થાય છે. તે આ પ્રમાણે છે— દ્રવ્ય- ભેંસના દહીંથી, ક્ષેત્ર- વનવાળા ક્ષેત્રમાં, કાળવર્ષાઋતુમાં, ભવ- એકેંદ્રિયાદિના ભવમાં, ભાવ- ઔદિયક વગેરે કે આળસ વગેરેથી નિદ્રાવેદનીય કર્મનો ઉદય થાય છે. તેનાથી વિપરીત દ્રવ્ય આદિને આશ્રયીને નિદ્રાવેદનીયના ક્ષય વગેરેની યોજના કરવી.
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy