SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૬ સાધુઓ પાસેથી દરરોજ સાધુ-શ્રાવકની સામાચારીને સાંભળનારમાં ઘટે છે માટે તે સાચો શ્રાવક છે. આનાથી એ સમજી શકાય છે કે, જેમ બ્રાહ્મણ કુળમાં જ ઉત્પન્ન થયેલો બ્રાહ્મણ કહેવાય છે, તેમ અમુક કુળમાં જ ઉત્પન્ન થયેલો શ્રાવક કહેવાય એવું નથી. કારણ કે શ્રાવકપણાનું કારણ કુળ નથી, કિંતુ સમ્યગ્દર્શન અને સામાચારી શ્રવણ છે. આથી બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયેલો પણ જો સમ્યક્ત્વને પામીને સામાચારીને સાંભળે તો શ્રાવક કહેવાય. જૈન કુળમાં ઉત્પન્ન થયેલો પણ જો સમ્યકત્વને પામેલો ન હોય એથી સામાચારીને ન સાંભળે તો શ્રાવક ન કહેવાય.) (૨) सांप्रतं श्रवणगुणान् प्रतिपादयतिनवनवसंवेगो खलु, नाणावरणखओवसमभावो । तत्ताहिगमो य तहा, जिणवयणायन्नणस्स गुणा ॥ ३ ॥ [नवनवसंवेगः खलु ज्ञानावरणक्षयोपशमभावः । तत्त्वाधिगमश्च तथा जिनवचनाकर्णनस्य गुणाः ॥ ३ ॥] नवनवसंवेगः प्रत्यग्रः प्रत्यग्रः संवेगः आर्द्रान्तःकरणता, मोक्षसुखाभिलाष इत्यन्ये । खलुशब्दः पूरणार्थः, संवेगस्य शेषगुणनिबन्धनत्वेन प्राधान्यख्यापनार्थो वा । तथा ज्ञानावरणक्षयोपशमभावः ज्ञानावरणक्षयोपशमसत्ता संवेगादेव । तत्त्वाधिगमश्च तत्त्वातत्त्वपरिच्छेदश्च तथा जिनवचनाकर्णनस्य तीर्थकरभाषितश्रवणस्यैते गुणा इति । तीर्थकरभाषिता चासौ सामाचारीति ॥ ३ ॥ હવે જિનવચનનું શ્રવણ કરવાથી થતા ગુણોને જણાવે છે– ગાથાર્થ– નવો નવો સંવેગ, જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમભાવ અને તત્ત્વોનો બોધ– આ જિનવચનના શ્રવણથી થતા ગુણો (=લાભો) છે. ટીકાર્થ– નવો નવો સંવેગ- અંતઃકરણ રસવાળું બને તે સંવેગ. (પૂર્વે ધર્મરસ આવતો ન હતો. જિનવાણીના શ્રવણથી ધર્મના પ્રભાવનું જ્ઞાન થયું. એથી હવે ધર્મમાં રસ આવવા લાગ્યો. એથી ધર્મમાં રસ વધવા લાગે. ધર્મમાં રસની વૃદ્ધિ એટલે જ નવો નવો સંવેગ.) બીજાઓ મોક્ષસુખનો અભિલાષ થાય તેને સંવેગ કહે છે. સંવેગગુણ અન્ય ગુણોનું કારણ છે. આથી સંવેગગુણની પ્રધાનતા જણાવવા માટે મૂળ ગાથામાં રઘr શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy