SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૫ર [घ्नन् तान् नियमात्करोति वधपुण्यान्तरायममीषाम् । तत्कथं तु तस्य पुण्यं तेषां क्षपणवदहेतुकत्वात् ॥ १४३ ॥] जन् व्यापादयंस्तान् दुःखितसत्त्वानियमादवश्यमेव करोति निर्वर्तयति असौ व्यापादकः वधपुण्यान्तरायममीषां दुःखितसत्त्वानां जीवन्तो हि तेऽन्यदुःखितवधेन पुण्यं कुर्वन्ति व्यापादने च तेषां अन्यवधाभावात्पुण्यान्तरायं यस्मादेवं तत् तस्मात्कथं नु तस्य व्यापादकस्य पुण्यं नैवेत्यर्थः कुतः अहेतुकत्वादिति योगः । न ह्यन्यपुण्यान्तरायकरणं पुण्यहेतुरिति सिद्ध एव हेतुः । दृष्टान्तमाह-तेषांक्षपणवत्तेषां दुःखितसत्त्वानांव्यापाद्यमानानां कर्मक्षपणवदिति, अयमत्र भावार्थ:- दुःखितसत्त्वव्यापत्त्या कर्मक्षय इत्यभ्युपगमः ततश्च व्यापाद्यमानानामन्यव्यापादनाभावादहेतुकत्वात्कुतः कर्मक्षय इति ॥ १४३ ॥ આને જ (મરનારાઓને પુણ્યબંધનો અંતરાય થાય એ વિષયને) વિચારે છે– ગાથાર્થ– તેમને હણતો તે અવશ્ય એમના વધપુણ્યના અંતરાયને કરે છે. તેથી તેને પુણ્ય કેવી રીતે થાય ? કેમ કે કોઈ હેતુ નથી. તેમના કર્મક્ષયની જેમ. ટીકાર્થ– દુઃખી જીવોને હણતો તે અવશ્ય દુઃખી જીવોના વધપુણ્યના=વધ નિમિત્તે થનારા પુણ્યના અંતરાયને કરે છે. અહીં ભાવાર્થ આ છે– જો તેણે દુઃખી જીવોને માર્યા ન હોત તો જીવતા રહેલા તે જીવો અન્ય જીવોનો વધ કરીને પુણ્યબંધ કરત. પણ તેણે મારી નાખ્યા તેથી તે જીવો અન્ય જીવોનો વધ કરીને પુણ્યબંધ કરી ન શક્યા. આમ દુઃખી જીવોનો વધ કરનાર દુઃખી જીવોના વધપુણ્યના અન્ય જીવોનો વધ કરીને થનારા પુણ્યના અંતરાયને કરે છે. તેથી દુ:ખી જીવોને હણનારને પુણ્યબંધ કેવી રીતે થાય ? અર્થાત્ ન થાય. કેમ કે (મહેતુત્વ =) પુણ્યબંધનું કોઈ કારણ નથી. અન્યના પુણ્યમાં અંતરાય કરવો એ પુણ્યનો હેતુ ન બને. આ પ્રમાણે મહેતુત્વ હેતુ સિદ્ધ જ છે. હવે દષ્ટાંતને કહે છે- તેમના કર્મક્ષયની જેમ. તેમના=મરાતા દુ:ખી જીવોના કર્મના ક્ષયની જેમ. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– વાદીએ દુઃખી જીવોને મારવાથી મારનારના કર્મનો ક્ષય થાય એમ પૂર્વે સ્વીકાર્યું છે. તેના આ સિદ્ધાંત પ્રમાણે આ નિશ્ચિત થાય છે કે, જે જીવોને મારી
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy