SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૪૪ इदानीं दृष्टान्तदाटन्तिकयोवैषम्यमाहनागरगंमि वि गामाइसंकमे अवगयंमि तब्भावे । नत्थि हु वहे वि भंगो, अणवगए किमिह गामेण ॥ १३१ ॥ [नागरकेऽपि ग्रामादिसंक्रमे अपगते तद्भावे । नास्त्येव वधेऽपि भङ्गोऽनपगते किमिह ग्रामेण ॥ १३१ ॥] नागरकेऽपि दृष्टान्ततयोपन्यस्त इदं चिन्त्यते । ग्रामादिसंक्रमे तस्य किमसौ नागरकभावोऽपैति वा न वा । यद्यपैति ततो ग्रामादिसंक्रमे सति, अपगते तद्भावे नागरकभावे नास्त्येव वधेऽपि भङ्गः प्रत्याख्यानस्य तथाभिसन्धेः । अथ नापैत्यत्राह- अनपगते आपुरुषमभिसन्धिना अनिवृत्ते नागरकभावे किमिह ग्रामेण तत्रापि वधविरतिविषयस्तथापुरुषभावानिवृत्तेरिति. ॥ १३१ ॥ હવે દષ્ટાંત અને દાષ્ટન્તિકની વિષમતાને કહે છે ગાથાર્થ નગરજનમાં પણ આ વિચારાય છે– નગરજન ગામ આદિમાં જાય ત્યારે જો તેનું નગરજનપણું જતું રહેતું હોય તો તેના વધમાં પણ વ્રતભંગ નથી. જો નગરજનપણું રહેતું હોય તો અહીં ગામથી શું? ટીકાર્ય પૂર્વે ૧૨૦મી ગાથામાં પૂર્વપક્ષવાદીએ ત્રસવની નિવૃત્તિ નહિ, કિંતુ ત્રણભૂતવધની નિવૃત્તિ કરવી જોઈએ એવા પોતાના મતના સમર્થનમાં નગરજનનું દષ્ટાંત કહ્યું હતું. અહીં એ દૃષ્ટાંતની વિષમતા જણાવવા બે પક્ષ સ્થાપ્યા છે. તે આ પ્રમાણે નગરજન ( નગરનો માણસ) ગામ વગેરે સ્થળે જાય ત્યારે તેનું નગરજનપણું ( નાગરિકતા) રહે છે કે નહિ ? (૧) વ્રત કરનારના તેવા પ્રકારના આશયથી (=નગરજન નગરમાં હોય ત્યારે ન મારવો એવા આશયથી) ગામ આદિ સ્થળે નગરજનપણું ન રહેતું હોય તો ત્યાં વધ કરવામાં વ્રતભંગ નથી. (૨) જો તેવા પ્રકારના આશયથી (નગરજન નગરમાં હોય કે નગરની બહાર ગમે ત્યાં હોય તો પણ નગરજનને ન મારવો એવા આશયથી) ગામ વગેરે સ્થળે નગરજનપણું રહેતું હોય તો ગામથી શું? અર્થાત્ ગામમાં પણ નગરજન સંબંધી વધવિરતિ છે. કારણ કે તેવા પ્રકારના પુરુષભાવની (=નગરજનના ભાવની) નિવૃત્તિ થઈ નથી.
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy