SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૨૭ તે સંકલ્પ. જેમાં જીવહિંસા થાય તેવા ખેતી આદિ કાર્યો આરંભ છે. તેમાં શ્રાવક સંકલ્પથી સ્થૂલપ્રાણવધનો ત્યાગ કરે, નહિ કે આરંભથી. કારણ કે તેમાં અવશ્ય તેની પ્રવૃત્તિ થાય. આ વધત્યાગ પણ ગમે તેમ નહિ, કિંતુ શાસ્ત્રોક્ત વિધિથી કરે. (૧૦૭) उवउत्तो गुरुमूले, संविग्गो इत्तरं व इयरं वा । अणुदियहमणुसरंतो, पालेइ विसुद्धपरिणामो ॥ १०८ ॥ [उपयुक्तो गुरुमूले संविग्न इत्वरमितरद्धा । અનુતિવમનુસ્મરનું પાતતિ વિશુદ્ધપરિણામઃ || ૧૦૮ I] उपयुक्तोऽन्तःकरणेन समाहितो, गुरुमूले आचार्यसन्निधौ, संविग्नो मोक्षसुखाभिलाषी न तु ऋद्धिकामः । इत्वरं चातुर्मासादिकालावधिना', इतरद्धा यावत्कथिकमेव, प्राणवधं वर्जयतीति वर्तते, एवं वर्जयित्वानुदिवसमनुस्मरन्, स्मृतिमूलो धर्म इति कृत्वा, पालयति विशुद्धपरिणामः, न पुनस्तत्र चेतसापि प्रवर्तत इति ॥ १०८ ॥ તે વિધિ આ છે– ગાથાર્થ ઉપયુક્ત અને સંવિગ્ન શ્રાવક ગુરુની પાસે ઇવર કે માવજીવ શૂલપ્રાણિવધનો ત્યાગ કરે. પછી દરરોજ તેને યાદ કરતો અને વિશુદ્ધ પરિણામવાળો તે તેનું પાલન કરે. ટીકાર્થ– ઉપયુક્ત=અંતઃકરણથી સમાધિવાળો. (માત્ર બહાર દેખાવથી સમાધિવાળો નથી, કિંતુ પોતે સમાધિનો અનુભવ કરે છે.) સંવિગ્ન=મોક્ષસુખનો અભિલાષી, નહિ કે ઋદ્ધિની ઇચ્છાવાળો. ગુરુનીઆચાર્યની. ઇત્વર=ચાતુર્માસ આદિ કાળની અવધિ સુધી. તેને યાદ કરતો- ધર્મનું મૂળ (લીધેલાં વ્રતોનું) સ્મરણ છે. (જેમ મૂળ વિના વૃક્ષ ન ટકે તેમ લીધેલાં વ્રતોને યાદ રાખ્યા વિના વ્રતો ન ટકે.) આથી શ્રાવક લીધેલાં વ્રતોને દરરોજ યાદ કરતો રહે. પાલન કરે છે ફરી તેમાં (=વધમાં) મનથી પણ પ્રવર્તતો નથી. ફરી તેમાં કાયાથી તો પ્રવર્તતો નથી, કિંતુ મનથી પણ પ્રવર્તતો નથી, અર્થાત્ મનથી પણ વ્રતભંગ કરતો નથી. (૧૦૮) १. कालं विधिना
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy