SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૧૧૨ पसंसियंति । सो भणइ ण मे पसंसियंति सव्वारंभपव्वत्ता कह लोयं पत्तियाવેતિ | પછી વિર | ઋત્તિયા રિત્તિ | परपाषण्डसंस्तवे सौराष्ट्रश्रावकः । सो दुब्भिक्खे भिक्खुएहिं समं पयट्टो । भत्तं से देंति । अन्नया विसूइयाए मओ। चीवरेण पच्छाइओ। अविसुद्धोहिणा पासणं । भिक्खुगाणं दिव्वबाहाए आहारदाणं । सावगाणं खिसा । जुगपहाणाण कहणं । विराहियगुणो त्ति आलोयणं । नमोकारपठणं । पडिबोहो । केत्तिया एरिसन्ति ।। ९३ ।। ગાથાર્થ- કાંક્ષા વગેરેમાં (અનુક્રમે) રાજા-પ્રધાન, વિદ્યાસાધક, શ્રાવકપુત્રી, ચાણક્ય અને સૌરાષ્ટ્ર શ્રાવક દૃષ્ટાંતો છે. ટીકાર્થ– તેમાં કાંક્ષામાં રાજા અને પ્રધાનનું દૃષ્ટાંત આ પ્રમાણે છે રાજા અને પ્રધાનનું દાંતા અશ્વથી હરણ કરાયેલા રાજા અને મંત્રી જંગલમાં પ્રવેશ્યા. ભૂખથી વ્યાકુલ બનેલા તેમણે વનનાં ફળો ખાધાં. પાછા ફરતા રાજાએ વિચાર્યું કે લાડુ અને માલપૂઆ વગેરે બધું ખાઈશ. બંને પોતાના સ્થાનમાં આવ્યા. રાજાએ રસોઇયાઓને કહ્યું: લોકમાં જે પ્રસિદ્ધ હોય તે સઘળું રાંધો. તેમણે બધું રાંધીને રાજાની પાસે મૂક્યું. આ વખતે રાજાએ મનમાં નાટકનું દૃષ્ટાંત યાદ કર્યું. જેવી રીતે નાટકમાં આગળ બેઠેલા નિર્બળ માણસોને ખસેડીને બળવાન માણસો બેસી જાય છે, એ રીતે અહીં પણ મિષ્ટાન્નને અવકાશ મળશે, અર્થાત્ પૂર્વે ખાધેલાં વનફળોને ખસેડીને મિષ્ટાન્ન પોતાની જગ્યા કરી લેશે. આમ વિચારીને રાજાએ કણકુંડગ (=ચોખાની વિશિષ્ટ વાનગી) અને મંડક (=ઘઉંની વિશિષ્ટ વાનગી) વગેરે પણ ખાધું. તેથી શૂલ થવાના કારણે રાજા મૃત્યુ પામ્યો. મંત્રીએ તો વમન-વિરેચન કર્યા. તેથી તે ભોગસુખનો ભાગી થયો. વિધાસાધકનું દષ્ટાંત જિનદત્ત નામનો શ્રાવક નંદીશ્વર દ્વીપમાં ગયો. ત્યાં દેવના સંસર્ગથી તેનું શરીર દિવ્યગંધવાળું થઈ ગયું. મહોત્સવ પૂર્ણ થયા બાદ તે પોતાના નગરમાં આવ્યો. મહેશ્વરદત્ત નામના શ્રાવક મિત્રે તેને પૂછ્યું: તારા શરીરમાં દેવશરીરની જેવી સુગંધ કેમ છે? તેણે કહ્યું: હું નંદીશ્વર દ્વીપ ગયો હતો. ત્યાં દેવશરીરની સુગંધથી મારું શરીર વાસિત થયું છે. મિત્રે પૂછયું. ત્યાં તું કેવી રીતે ગયો ? જિનદત્તે કહ્યું: આકાશગામિની વિદ્યાથી. મિત્રે તે વિદ્યાની માગણી કરી. આથી જિનદત્તે તે વિદ્યા તેને આપીને
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy