SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ शरीरावयवस्पर्शनप्रहासाभ्यां दीप्तरसा-अत्युत्कटानुभवाः, सैव क्रिया पूर्वपदेषु योज्या । निकषे-संयोगोत्तरकालं विषयाः-स्पर्शादयो बीभत्सकरुणलज्जाभयानि कृतद्वन्द्वानि तानि तथा तै रसैः प्राया-बहुलास्ते तथा, तत्र बीभत्सो-विरूपता तथाविधाङ्गदर्शनात् करुणो निर्दयदन्तनखक्षतावलोकनात् लज्जा झगिति वस्त्रग्रहणात् भयं तु मा केनचिद् दृष्टः स्यादिति ॥ १०६ ॥ વિષયો કેવી રીતે અનિષ્ટ છે તે કહે છે ગાથાર્થ– વિષયો પ્રારંભમાં ઉત્સવરૂપ, મધ્યમાં શૃંગાર-હાસ્યથી અતિશય ઉત્કટ અનુભવવાળા અને અંતે ઘણું કરીને બીભત્સ, કરુણા, લજા અને ભય રસવાળા હોય છે. ટીકાર્થ– (૧) સ્પર્શ વગેરે વિષયો પ્રારંભમાં કૂતુહલના કારણે ઉત્સુકતા થવાથી ઉત્સવ રૂપ લાગે છે, અર્થાત્ કોઈ ઉત્સવનો પ્રસંગ આવવાનો હોય તો તેના આવવાના પહેલાં જ જેમ અંતરમાં એક પ્રકારનો આનંદ થાય છે તેમ વિષયો ઉપભોગની પહેલાં જ આનંદની લાગણી પેદા કરે છે. (૨) વિષયો મધ્યમાં વિષયોપભોગ દરમિયાન વેશભૂષા, આભરણ, શરીરના સર્વ અવયવોનો સ્પર્શ અને હાસ્યથી વિષયાનુભવ ઉત્કટ બને છે, અર્થાત્ આનંદ વધે છે. (૩) વિષયો અંતે ઘણું કરીને બીભત્સા, કરુણા, લજ્જા અને ભય રસવાળા બને છે. બીભત્સા=તેવા પ્રકારના અંગોને જોવાથી વિરૂપતા (=વૃણા) થાય છે. કરુણા=કામિનીને નિર્દયપણે દાંત-નખોથી કરેલા ક્ષતોને જોવાથી (કામિની પ્રત્યે) કરુણા ઉત્પન્ન થાય છે. લજ્જા=લજ્જા ઉત્પન્ન થાય છે. કેમકે જલદી વસ્ત્રોને ગ્રહણ કરે છે=પહેરે છે. ભય=કામક્રીડા કરતા મને કદાચ કોઇ જોઇ ગયો હોય એમ ભય ઉત્પન્ન થાય છે. (૧૦૬). પ્રશમરતિ • ૮૨
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy