SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ઉત્તરપ્રકૃતિને આશ્રયીને કર્મબંધ કેટલા પ્રકારનો છે તે કહે છે ગાથાર્થ– આઠ મૂલ પ્રકૃતિઓના દરેકના અનુક્રમે ૫, ૯, ૨, ૨૮, ૪, ૪૨, ૨, ૫ ભેદો છે. આથી ઉત્તર પ્રકૃતિબંધના ૯૭ ભેદો છે. ટીકાર્ય- ૯૭ ભેદો આ પ્રમાણે છે ૫ જ્ઞાનાવરણ– મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણ. ૯ દર્શનાવરણ– ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, થીણદ્ધિ. ૨ વેદનીય- શતાવેદનીય, અશાતાવેદનીય. ૨૮ મોહનીય– મોહનીયના દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એમ બે ભેદ છે. તેમાં દર્શનમોહનીયના ૩ અને ચારિત્રમોહનીયના ૨૫ એમ મોહનીયના ૨૮ ભેદો છે. તે આ પ્રમાણે સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય, અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ, સંજવલન ક્રોધ-માન-માયાલોભ, હાસ્યષક (હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા), વેદત્રિક (પુરુષ, સ્ત્રી, નપુંસક) ૩ + ૧૬ + ૬ + ૩=૨૮ ૪ આયુષ્ય- નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય, મનુષ્પાયુષ્ય, દેવાયુષ્ય. ૪૨ નામ– ૧૪ પિંડ પ્રકૃતિ. તે આ પ્રમાણે– ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, સંઘાતન, સંહનન, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી, વિહાયોગતિ. ૮ પ્રત્યેક પ્રકૃતિ. તે આ પ્રમાણે– પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થકર, નિર્માણ. ત્રસ દશક. તે આ પ્રમાણે- ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક શરીર, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ, સ્થાવર દશક. તે આ પ્રમાણે સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ શરીર, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ. ૧૪ + ૮ + ૧૦ + ૧૦=૪૨ પ્રશમરતિ ૦ ૩૧
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy