________________
(૩) યોગાત્મા=યોગની પ્રધાનતાવાળો આત્મા તે યોગાત્મા. તેરમાં ગુણસ્થાનક સુધીના જીવોનો આત્મા યોગાત્મા છે. કારણ કે તેમનામાં યથાસંભવ મન-વચન-કાયા રૂપ યોગભેદોનો સંભવ છે.
(૪) ઉપયોગાત્મા–ઉપયોગના સાકાર અને અનાકાર એમ બે ભેદો છે. સિદ્ધ કે સંસારી સર્વજીવો જ્ઞાન-દર્શનના વ્યાપારરૂપ ઉપયોગવાળા હોવાથી સર્વજીવોનો આત્મા ઉપયોગાત્મા છે. (૨૦૦) ज्ञानं सम्यग्दृष्टेर्दर्शनमथ भवति सर्वजीवानाम् । चारित्रं विरतानां, तु सर्वसंसारिणां वीर्यम् ॥ २०१ ॥
ज्ञानं सम्यग्दृष्टेः क्षायिकक्षायोपशमिकौपशमिकरूपत्रिविधस्य, नतु मिथ्यादृशः, दर्शनं-सामान्योपयोगरूपं, चतुर्विधमथ भवति सर्वजीवानांसंसारिणां मुक्तानां च यथायोगं, चारित्रं विरतानां तु, न त्वसंयतानां, सर्वसंसारिणां-चेतनानां 'संसारी चेतनो मतः' इति वचनात्, भवस्थमुक्तानां चैतन्यवतामित्यर्थः, किं तद् ? वीर्यमिति ॥ २०१ ॥
(૫) જ્ઞાનાત્માકક્ષાયિક-ક્ષાયોપથમિક-ઔપથમિક રૂપ ત્રણ પ્રકારના સમ્યગદષ્ટિનો આત્મા જ્ઞાનાત્મા છે. (મિથ્યાદષ્ટિનું જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ હોવાથી મિથ્યાદષ્ટિનો આત્મા જ્ઞાનાત્મા નથી.)
(૬) દર્શનાત્મા-દર્શન એટલે સામાન્ય ઉપયોગ. ચાર પ્રકારનું દર્શન સંસારી અને સિદ્ધ એ સર્વજીવોને યથાયોગ્ય હોય. (આથી સર્વજીવોનો આત્મા દર્શનાત્મા છે.)
(૭) ચારિત્રાત્મા=વિરતોને ચારિત્ર હોય, અસંયતોને ચારિત્ર ન હોય. (આથી વિરતોનો આત્મા ચારિત્રાત્મા છે.)
(૮) વીર્યાત્મા=સંસારી અને સિદ્ધ એ સર્વજીવોને વીર્ય હોય. (આથી સર્વજીવોનો આત્મા વીર્યાત્મા છે.)
પ્રશ્ન- ગાથામાં સર્વસંસારિ વીર્ય સર્વસંસારી જીવોને વીર્ય હોય એમ કહ્યું છે. તો અહીં સંસારી અને સિદ્ધ એ સર્વજીવોને વીર્ય હોય એમ કેમ કહ્યું ?
પ્રશમરતિ • ૧૫૭