SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી કુલક સમુચ્ચયા અત્યંત ગહન સંસાર રૂપ અટવીમાં ભવ્ય જીવોને ગુરુ સિવાય અન્ય કોઇપણ શરણ છે નહિ, થશે નહિ, થયા પણ નથી. (અર્થાત્ ત્રણે કાળમાં ગુરુ જ શરણ છે) IIT/ જેમ દયાળુ વૈદ્ય તાવવાળા લોકોને દ્રવ્ય આરોગ્ય આપે છે, તેમ ગુરુ ભવરૂપ તાવથી ઘેરાયેલા જીવોને ધર્મ રૂપ ભાવ આરોગ્ય આપે છે. ||૩|| જેમ દીપક પ્રકાશ રૂ૫ ગુણના યોગથી પોતાને અને બીજાઓને પ્રકાશિત કરે છે, તેમ ગુરુ પણ રત્નત્રયીના યોગથી મોહરૂપ અંધકારને દૂર કરીને સ્વ-પરને પ્રકાશિત કરે છે. Tીજ | ખરેખર ! અતિશય પાપી, દુષ્ટ, ધિટ્ટ, નિર્લજ્જ એવા પ્રદેશ રાજા વગેરે જીવો (કેશી ગણધર વગેરે) ગુરૂના હસ્તાવલંબનથી પરમપદ (પુણ્યાનુબંધી પુણ્ય ભોગવવાને યોગ્ય) સ્થાનને પામ્યા. પણ ઘરનો ત્યાગ કરીને ઉપવાસાદિ તપ કરવા છતાં કૌડિન્ય વગેરે ૧૫૦૦ તાપસીને જે સફળતા ન મળી તે શ્રી ગૌતમ ગુરુની નિશ્રાના પ્રભાવથી કેવળજ્ઞાન રૂપે પ્રાપ્ત થઇ. આ પ્રમાણે ગુરુ ભક્તિથી જ કષ્ટનું ફળ મળે છે, ગુરુભક્તિ વિના કષ્ટ સફળ બનતું નથી. [૬] દુ:ખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્ય ઘણા લોકોને હોય છે, પણ ગુરુ ને આધીન બનેલા જીવો જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા હોય છે. (ગુરુ જીવોમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું સ્થાપન કરનારા હોવાથી ગુરુ મહાન છે) II૭TI અમારા જેવા મૂર્ખઓ પણ ગુરુભક્તિના પ્રભાવથી પંડિતોની પંક્તિમાં પ્રવેશ કરે છે. ગુરુ ભક્તિથી આનાથી બીજો ક્યો આશ્ચર્યકારી બનાવે છે ? સીટ T. ગુરુના ગુણગણોનું કીર્તન કરવા ઇન્દ્રો પણ સમર્થ નથી, તો પછી ભક્તિથી ગુરુના ગુણોનું કીર્તન કરવાની ભાવના છતાં મારા જેવા બીજા મનુષ્યોની શી શક્તિ હોય ? T૯ / આ કારણથી શાસ્ત્રમાં ગુરુકુલવાસ એ પ્રથમ આચાર તરીકે જણાવાયો છે. અને ઉપદેશરહસ્યાદિ ગ્રંથોમાં ઘણા સ્થાનોમાં આનો નિર્ણય કરાયો છે. ||૧૦||
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy