SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુલક સમુચ્ચય चक्खिंदियघाणिदिय-सोइंदियवसगएणजे जीवा । दुक्खंमि मए ठविया, ते हं खामेमि तिविहेणं ।।१६।। सामित्तं लहिऊणं, जे बद्धा घाइया य मे जीवा । सवराहनिरवराहा, ते वि यतिविहेण खामेमि ।।१७।। अक्कमिऊणं आणा, कारविया जे उमाणभंगेणं । तामसभावगएणं, ते वि य तिविहेण खामेमि ।।१८।। अब्भक्खाणं जं मे, दिन्नं दुद्वेण कस्सइ नरस्स। रोसेण व लोभेण व, तं पि य तिविहेण खामेमि ।।१९।। परआवयाए हरिसो, पेसुन्नं जं कयं मए इहइं । मच्छरभावठिएणं, तं पि य तिविहेण खामेमि ।।२०।। रुद्दो खुद्दसहावो, जाओ णेगासु मिच्छजाइसु । धम्मो त्ति सुहो सद्दो, कन्नेहिं वि तत्थ नो विसुओ ।।२१।। તથા ચક્ષુ ઇન્દ્રિય, ધ્રાણેન્દ્રિય અને શ્રવણ ઇન્દ્રિયને વશ બનીને મેં જે જે જીવોને દુ:ખી કર્યા તે સર્વને હું ત્રિવિધ ખમાવું છું. ૧૬ // સ્વામીપણું પામીને-સત્તાધીશ બનીને મેં જે અપરાધી કે નિરપરાધી જીવોને બાંધ્યા, કેદ કર્યા, હણ્યા કે હણાવ્યા તે સર્વને પણ ત્રિવિધ ખમાવું છું. ૧૭ II અભિમાનને લીધે માનભંગ થએલા મેં તામસપણાને પામીને તિરસ્કાર-દ્વેષ વિગેરે કરીને જે જે જીવોને બલાત્કારે આજ્ઞા ફરમાવીને કામ કરાવ્યા હોય તેઓને પણ ત્રિવિધ ખમાવું છું. ||૧૮TI દુષ્ટ એવા મેં ક્રોધથી અથવા લોભથી જે કોઇ પણ મનુષ્યને ખોટાં આળ (કલંક) ચઢાવ્યાં, તેઓને પણ ત્રિવિધ ખમાવું છું. I૧૯ માત્સર્ય કરીને આ ભવમાં મેં બીજાની આપત્તિમાં હર્ષ અનુભવ્યો તથા ચાડી ખાધી તેને પણ ત્રિવિધ ખમાવું છું. /ર0 અનાર્ય દેશોમાં અનેક જાતિના મ્લેચ્છના ભવોમાં હું રોદ્ર-ક્રૂર અને શુદ્ર સ્વભાવવાળો તુચ્છ થયો, “ધર્મ' એવો શુભ શબ્દ પણ મેં કાનથી સાંભળ્યો નહિ (અર્થાત્ ધર્મષી, પાપી થઇને તે ભવોમાં ઘણાં ઘણાં પાપો કર્યા.) |રિ૧/
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy