SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ચોથું સૂત્ર મનાય. કારણ કે કાર્યને ન સાધનાર ઉપાયને પણ ઉપાય માનવામાં આવે તો અતિપ્રસંગ આવે, અર્થાત્ જે ઉપાય નથીતેને ઉપાય તરીકે માનવારૂપ અતિપ્રસંગ આવે. અહીં તાત્પર્ય આ પ્રમાણે છે– ગ્રહણ શિક્ષા વગેરે મોક્ષનો ઉપાય છે, પણ તે વિધિપૂર્વક હોય તો, અર્થાત્ વિધિપૂર્વક ગ્રહણશિક્ષા વગેરે મોક્ષનો ઉપાય છે. આમ નિશ્ચયનય કહે છે. પણ વ્યવહાર નય કહે છે કે વિધિના પક્ષપાતવાળા જીવથી પ્રારંભમાં અવિધિ વગેરે થઇ જાય તો પણ ગ્રહણશિક્ષા વગેરે મોક્ષનું કારણ છે. અહીં નિશ્ચયનય કહે છે કે અવિધિપૂર્વકની ગ્રહણ શિક્ષા વગેરે મોક્ષનો ઉપાય નથી. આમ છતાં જો તમે અવિધિપૂર્વકની ગ્રહણશિક્ષા વગેરેને મોક્ષનો ઉપાય માનો તો તમારે રાગ-દ્વેષને પણ મોક્ષનો ઉપાય માનવાની આપત્તિ આવે. કેમકે તસાધવાવિશેષેપનુપાયરચાયુપાયવસ=કાર્યને સિદ્ધ ન કરવું એ બંનેમાં સમાન છે. આથી અનુપાયમાં ( જે ઉપાય નથી તેમાં) પણ ઉપાયપણાનો પ્રસંગ આવે. જેમ અવિધિપૂર્વકની ગ્રહણ શિક્ષા મોક્ષરૂપ કાર્ય સાધતી નથી, તેમ રાગલેષ પણ મોક્ષરૂપ કાર્ય સાધતા નથી. આથી કાર્યને ન સાધવાપણું બંનેમાં સમાન છે. તેથી જો અવિધિપૂર્વકની ગ્રહણશિક્ષાને મોક્ષનો ઉપાય માનવામાં આવે તો રાગ-દ્વેષને પણ મોક્ષનો ઉપાય માનવાની આપત્તિ આવે. ર વૈર્વ વ્યવહાર સાહૂની... પૂર્વપક્ષ– અવિધિપૂર્વકની ગ્રહણશિક્ષા વગેરેને મોક્ષનો ઉપાય ન માનવામાં આવે તો વ્યવહારનો ઉચ્છેદ થવાની આપત્તિ આવે. કારણ કે પ્રારંભમાં અવિધિ વગેરે થઈ જાય. ઘણા સમય સુધી અવિધિમિશ્રિત ક્રિયાનો અભ્યાસ કર્યા પછી જ વિધિપૂર્વક ગ્રહણ શિક્ષા શક્ય બને. આથી અવિધિપૂર્વકની ગ્રહણ શિક્ષાને મોક્ષનો ઉપાય ન માનવામાં આવે તો વ્યવહારનો ઉચ્છેદ થઈ જાય. ઉત્તરપક્ષ- આ (કાર્યને સિદ્ધ ન કરે તે ઉપાય નથી એ) નિશ્ચયનયનો મત છે. આ નિશ્ચયમત સૂક્ષ્મ બુદ્ધિવાળાઓથી જાણી શકાય તેવો છે. વ્યવહાર નયથી તો વિધિના પક્ષપાતવાળી અવિધિપૂર્વકની ગ્રહણ શિક્ષા વગેરે મોક્ષનો ઉપાય છે. આથી વ્યવહારનો ઉચ્છેદ થવાની આપત્તિ ન આવે. ૨. વિધિથી દીક્ષિત બનેલા સાધુનું સ્વરૂપ से समलिट्ठकंचणे, समसत्तुमित्ते, निअत्तग्गहदुक्खे, पसमसुहसमेए, सम्मं सिक्खमाइअइ, गुरुकुलवासी, गुरुपडिबद्धे,
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy