SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૭૩ ત્રીજું સૂત્ર कथं ? इत्याह- १४ उद्यच्छतैनं व्यवच्छेत्तुं संसारं यूयम् । १५ अहमपि युष्माकमनुमत्या साधयाम्येतद् व्यवच्छेदनम् । किमिति ? अत आह- १६ निर्विण्णो जन्ममरणाभ्यां संसारागामिभ्याम् । १७ समृद्ध्यति च मम समीहितं संसारव्यवच्छेदनं, गुरुप्रभावेन । १८ एवं शेषाण्यपि भार्यादीनि बोधयेदौचित्योपन्यासेन । १९ ततः सममेभिर्माता-पित्रादिभिः सेवेत धर्मं चारित्रलक्षणम् । (२० कुर्यादुचितकर्तव्यम् ।) कथं ? इत्याह-निराशंस एव सर्वदा, इहलोकपरलोकाभ्याम् । २१ एतत्परममुनिशासनं वीतरागवचनमित्यर्थः । સૂત્ર-ટીકાઈ– (૧૧) સંસાર જન્મ આદિના સ્વરૂપવાળો હોવાથી સિદ્ધિથી વિપરીત છે=સર્વ ઉપ દ્રવોનું સ્થાન છે. કહ્યું છે કે-“વૃદ્ધાવસ્થા, મરણ, દરિદ્રતા અને રોગો દૂર રહો, ફરી ફરી જન્મવું પણ વીરપુરુષને શરમ ઉત્પન્ન કરે છે, એમ હું માનું છું.” આથી જ ગ્રંથકાર કહે છે કે-સંસાર અસ્થિર સ્વભાવવાળો છે. આ સંસારમાં પર્યાયથી=પર્યાય બદલાતાં સુખી પણ દુઃખી બને છે, અને પર્યાયથી જવિદ્યમાન પણ વસ્તુ અવિદ્યમાન બને છે. બધી જંજાળ સ્થિર ન હોવાથી સ્વપ્નતુલ્ય છે. (૧૨) આથી સંસારના રાગથી સર્યું. (૧૩) મારા ઉપર અનુગ્રહ કરો. (૧૪) કેવી રીતે મારા ઉપર અનુગ્રહ કરો તે કહે છે. આ સંસારનો નાશ કરવા તમે પ્રયત્ન કરો. (૧૫) હું પણ તમારી અનુમતિથી સંસારનો નાશ કરું. (૧૬) હું શા માટે સંસારનો નાશ કરું તે કહે છે- હું સંસારમાં આવનારા જન્મ મરણથી કંટાળી ગયો છું. (૧૭) માતા-પિતા આદિ ગુરુઓના પ્રભાવથી સંસારનાશરૂપ મારુંવાંછિત સિદ્ધ થશે. (૧૮) આ પ્રમાણે પત્ની વગેરે બીજાઓને પણ ઉચિત વચનો કહીને પ્રતિબોધ પમાડે. (૧૯) પછી માતા-પિતાદિની સાથે ચારિત્ર ધર્મનું પાલન કરે. (૨૦) ઉચિત કર્તવ્યને કરે. કેવી રીતે કરે તે કહે છે- સદા આ લોક-પરલોકની આશંસાથી રહિત બનીને કરે. (૨૧) આ પ્રમાણે વીતરાગનું વચન છે.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy