SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર બીજું સૂત્ર સાધકને થાય. ૪. સાધુધર્મની ભાવનાથી થતા લાભો एवं विसुज्झमाणे भावणाए, कम्मापगमेणं उवेइ एअस्स जुग्गयं । तहा संसारविरत्ते संविग्गो भवइ, अममे अपरोवतावी, विशुद्ध विशुद्धमाणभावे ॥ - રૂતિ સાસુમપરિમાવાસુ સમ્મત્ત ‘एवं' कुशलाभ्यासेन 'विशुद्ध्यमानो' एतत्सेवक इति प्रक्रमः । 'भावनया' उक्तरूपया 'कर्मापगमेन' हेतुना, 'उपैति एतस्य' धर्मस्य 'योग्यताम्' । एतदेवाह-तथा संसारविरक्तस्तद्दोषभावनया, 'संविग्नो भवति' मोक्षार्थी, 'अममः' ममत्वरहितः, 'अपरोपतापी' परपीडापरिहारी, 'विशुद्धः' ग्रन्थ्यादिभेदेन, 'विशुद्ध्यमानभावः' शुभकण्डकवृद्ध्या । इति साधुधर्मपरिभावनासूत्रं समाप्तम् । भावतः साधुधर्मप्राप्त्युपायभूतार्थसूचकं सूत्रं समाप्तम् । इति पञ्चसूत्रकव्याख्यायां द्वितीयसूत्रव्याख्या समाप्ता । સૂત્ર-ટીકાર્થ– આ પ્રમાણે સાધુધર્મની ભાવનાના શુભ અભ્યાસથી સાધુધર્મની ભાવનાનો શુભ અભ્યાસ કરનાર જીવ વિશુદ્ધ બનતો જાય છે, અને ઉક્ત ભાવનાથી કર્મો દૂર થવાથી (સાધુ)ધર્મની યોગ્યતાને પામે છે. આ જ વિગત કહે છે-સંસારના દોષોની ભાવનાથી સંસારથી વિરક્ત બને છે, મોક્ષનો અર્થી બને છે, મમત્વ રહિત બને છે. પરપીડાનો ત્યાગ કરનારો બને છે, ગ્રંથિભેદ આદિથી વિશુદ્ધ બને છે, શુભ કંડકોની વૃદ્ધિથી અધિક-અધિક વિશુદ્ધ ભાવવાળો બને છે. આ પ્રમાણે સાધુધર્મ પરિભાવના સૂત્ર પૂર્ણ થયું. આ પ્રમાણે ભાવથી સાધુધર્મની પ્રાપ્તિના ઉપાયભૂત (=ઉપાય હોય તેવા) અર્થોને સૂચવનારું સૂત્ર પૂર્ણ થયું. આ પ્રમાણે પંચસૂત્રની વ્યાખ્યામાં બીજા સૂત્રની વ્યાખ્યા પૂર્ણ થઇ. ૧. અસંખ્ય અધ્યવસાય સ્થાનોના સમૂહની કંડક સંજ્ઞા છે. સર્વ પ્રથમ શુભ અસંખ્ય અધ્યવસાય સ્થાનોનું પહેલું કંડક થાય. ત્યાર પછીના શુભ અસંખ્ય અધ્યવસાય સ્થાનોનું બીજું કંડક થાય. ત્યાર પછીના શુભ અસંખ્ય અધ્યવસાય સ્થાનોનું ત્રીજું કંડક થાય. આમ કંડકો વધતા જાય.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy