SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર પણ સમજી લેવું) પરોપકારમાં તત્પર— એકાંતિક અને આત્યંતિક પરોપકાર કરવામાં તત્પર હોય. (જે પરોપકારથી દુઃખ રહિત સુખની પ્રાપ્તિ થાય તે પરોપકાર એકાંતિક છે. જે પરોપકારથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય તે પરોપકાર આત્યંતિક છે.) ૨૮ પહેલું સૂત્ર પદ્માદિના દૃષ્ટાંતવાળા— સાધુઓ પદ્મ વગેરેના દૃષ્ટાંતોવાળા=ઉપમાવાળા હોય છે. જેવી રીતે પદ્મ કાદવમાં ઉત્પન્ન થઇને જલમાં રહેવા છતાં તે બંનેને સ્પર્શ કરતું નથી, તેવી રીતે સાધુ કામરૂપ કાદવમાં ઉત્પન્ન થઇને ભોગરૂપ જલથી વધવા છતાં કામ અને ભોગ એ બંનેથી નિરાળા રહે છે. ‘વગેરે’ શબ્દથી શરદઋતુનું જલ વગેરે ઉપમા જાણવી. ધ્યાન-સ્વાધ્યાય સંગત— સાધુઓ ધ્યાન અને સ્વાધ્યાયથી યુક્ત હોય. ચિત્તને કોઇ એક વિષયમાં સ્થિર કરવું તે ધ્યાન. વિશુદ્ધ થતા ભાવવાળા— શાસ્ત્રમાં વિહિતનું આચરણ કરવાથી જેમનો ભાવ ઉત્તરોત્તર વિશુદ્ધ થઇ રહ્યો છે તેવા છે. સાધુઓ— સમ્યગ્દર્શન વગેરેથી સિદ્ધિને સાધે તે સાધુ છે, અર્થાત્ મુનિ છે. તે સાધુઓ મારું શરણ=આશ્રય છે. ૮. ધર્મના શરણનો સ્વીકાર तहा सुरासुरमणुअपूइओ, मोहतिमिरंसुमाली, रागद्दोसविसपरममंतो, हेऊ सयलकल्लाणाणं, कम्मवणविहावसू, साहगो सिद्धभावस्स, केवलिपण्णत्तो धम्मो जावज्जीवं मे भगवं सरणं । 11211 'तहा सुरासुरमणुअपूइओ केवलिपण्णत्तो धम्मो जावज्जीवं मे भगवं सरणं' इति योगः । तथा न केवलं साधवः शरणं, किं तु केवलिप्रज्ञप्तो धर्म કૃતિ સંવચ:। િિવશિષ્ટઃ ? ત્યાહ-સુરાપુરમનુî: પૂનિત: ‘સુરાપુરમનુન૧. પદ્મ વગેરે દુષ્ટાંતોનું વર્ણન આ ગ્રંથમાં ‘અણગારને વરેલી ઉપમાઓ’' એ પરિશિષ્ટમાં ક૨વામાં આવ્યું છે.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy