SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલું સૂત્ર પંચસૂત્ર सर्वज्ञा:, देवेन्द्रपूजिताश्च ते यथास्थितवस्तुवादिन एवेति न किञ्चिदनेन विशेषणेन; न, असदभ्युपगमव्यवच्छेदार्थत्वात् । तथा ह्यस्त्येवंविधोऽसदभ्युपगमः किल वीतरागादयोऽपि न यथास्थितवस्तुवादिनः, 'वस्तु वाचामगोचर:' इति वचनात् । यद्येवं यथास्थितवस्तुवादिभ्य इत्येतावदेव चारु, नार्थो वीतरागादिग्रहणेन; न, साम्यतः पूर्वधरादेरपि यथास्थितवस्तुवादित्वात्तद्व्यवच्छेदार्थं वीतरागादिग्रहणमिति, व्यवच्छेदश्चेह सर्वत्र गुणप्रकर्षवान् स्तवार्ह इति तस्य तत्संपादने तदन्तर्गतगुणानां तत्संपादनमेवेति न्यायख्यापनार्थमिति (न) तु निराकरणार्थमेव । ૭ સૂત્રાર્થ— વીતરાગ, સર્વજ્ઞ, દેવેંદ્ર પૂજિત, યથાસ્થિતવસ્તુવાદી, ત્રિલોકગુરુ, અરુહ અને ભગવાન એવા પરમાત્માને નમસ્કાર હો ! (આ સૂત્રથી ગ્રંથકારે મંગલાચરણ કર્યું છે.) વીતરાગ— જેનાથી આત્મા રંગાય તે રાગ. (રાગ આત્માને વસ્તુ પ્રત્યેના આકર્ષણના રંગથી રંગી નાખે છે.) રાગ એટલે રાગવેદનીય કર્મ. (જેનાથી આત્મા રાગને વેદે-અનુભવે તે રાગવેદનીય કર્મ.) કેમકે રાગવેદનીય કર્મ આત્મામાં કોઇક વસ્તુ' પ્રત્યે આસક્તિનો (=રાગનો) પરિણામ ઉત્પન્ન કરે છે. અથવા આસક્તિ થવી તે રાગ. રાગવેદનીય કર્મથી ઉત્પન્ન કરાયેલો ભાવ આસક્તિના પરિણામ રૂપ જ છે. જેમનો રાગ જતો રહ્યો હોય તે વીતરાગ છે. તેમને નમસ્કાર થાઓ. અહીં વીતરાગ શબ્દનો ઉલ્લેખ વીતદ્વેષ અને વીતમોહનું ઉપલક્ષણ છે. આથી વીતદ્વેષ ૧. કોઇક વસ્તુ પ્રત્યે આસક્તિનો પરિણામ ઉત્પન્ન કરે છે એનો અર્થ એ થયો કે કોઇક વસ્તુ પ્રત્યે આસક્તિનો પરિણામ ઉત્પન્ન નથી પણ કરતો. આથી રાગવેદનીય કર્મ દરેક વસ્તુમાં આસક્તિ=રાગ ઉત્પન્ન કરે જ એવો નિયમ નથી. જેમકે કોઇને અમુક સ્ત્રી ઉપર રાગ છે, તો અમુક સ્ત્રી ઉપર દ્વેષ છે. કોઇને ભોજનની અમુક વસ્તુ ઉપર રાગ છે, તો અમુક વસ્તુ ઉપર દ્વેષ છે. ઉનાળામાં ઠંડો પવન ગમે છે, એજ ઠંડો પવન શિયાળામાં ગમતો નથી...આથી અહીં કહ્યું કે રાગવેદનીય કર્મ આત્મામાં કોઇક વસ્તુ પ્રત્યે આસક્તિનો પરિણામ ઉત્પન્ન કરે છે. ૨. સ્વજ્ઞાપત્વે સતિ સ્વતજ્ઞાપત્વમુપક્ષળ=પોતાને જણાવવા સાથે બીજાને પણ જણાવે તે ઉપલક્ષણ કહેવાય. જેમકે-જામ્યો ધિ રમ્યતામ્=કાગડાઓથી દહીંનું રક્ષણ કરવું. અહીંાહ્ર શબ્દ દહીંનું ભક્ષણ કરનારા બિલાડી વગેરેનું ઉપલક્ષણ છે. આથી કાગડાઓથી દહીંનું રક્ષણ કરવું એટલે બિલાડી વગેરે જે જે પ્રાણી દહીંનું ભક્ષણ કરી જાય તે સર્વ પ્રાણીઓથી દહીંનું રક્ષણ કરવું એવો અર્થ છે.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy