SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧૭૯ ચાર ભાવનાના સોળ ભેદો અનુભવતા જીવને મનુષ્ય-દેવ ગતિમાં સર્વ ઇંદ્રિયોને ખુશ કરે તેવું થોડું ઘણું સુખ છે એવું જોવા છતાં તેની અસારતા અને ક્ષણિકતાને લીધે તેની ઉપેક્ષા કરવી. આ નિર્વેદસાર ત્રીજી ઉપેક્ષા જાણવી. (૪) તત્તસાર- વસ્તુનો સ્વભાવ જેનો સાર-નિષ્કર્ષ હોય તે ઉપેક્ષા તત્ત્વસાર જાણવી. જેમ કે સારી કે ખરાબ વસ્તુ વાસ્તવમાં રાગ-દ્વેષનું કારણ નથી, પરંતુ પોતાનું મોહનીય કર્મ તેનું કારણ છે. મોહનીય કર્મની વિકૃતિથી ઉત્પન્ન થયેલ પોતાના અપરાધની વિચારણા કરતો જીવ બાહ્ય વસ્તુના અપરાધને જોતો નથી. તેવું ન જોવાથી બાહ્ય પદાર્થમાં સુખકારણતાનો કે દુઃખકારણતાનો તે આશ્રય નથી કરતો. આમ બાહ્ય પદાર્થને સુખ-દુઃખનું કારણ ન માનવાથી મધ્યસ્થતાને ધારણ કરતા જીવની ઉપેક્ષા તત્ત્વસાર જાણવી. (વિદ્વાન મુનિશ્રી યશોવિજયજી કૃત ષોડશક ગ્રંથના ગુજરાતી અનુવાદમાંથી થોડા શાબ્દિક ફેરફાર સાથે સાભાર ઉદ્ધત).
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy