SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧૬૮ અણગારને વરેલી ઉપમાઓ (૭) ભ્રમર કેતકી, માલતી, કેવડાદિ ઉપર વારંવાર જાય છે, તેમ મુનિ પણ શ્રદ્ધાળુ ધર્મી પુરુષો હોય ત્યાં વારંવાર જાય, તેવા ક્ષેત્રોમાં વિહાર કરે. ૮. મૃગની ઉપમા (૧) જેમ મૃગ જંગલમાં એકલો વિચરે, તેમ મુનિ લોકમાં ભાવથી એકાકી (અપ્રતિબદ્ધપણે) વિચરે છે. (૨) જેમ મૃગ હંમેશ એક સ્થાનમાં રહેતું નથી, તેમ મુનિ પણ સદા એક સ્થાનમાં રહેતા નથી. (૩) જેમ મૃગ સિંહાદિથી ભયભીત રહે છે, તેમ મુનિ પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન રહે છે. (૪) શિકારીના ભયથી જેમ મૃગ ઝાડીમાં સંતાઈ જાય છે, તેમ અસંયમના ભયથી મુનિ ગુપ્તિપૂર્વક ગુરુકુલવાસમાં રહે છે. (૫) જેમ મૃગ તૃણાદિ નિર્દોષ (માંસ વગેરેની અપેક્ષાએ નિર્દોષ) ખોરાક ઉપર જીવન ચલાવે છે, તેમ મુનિ પણ ૪૨દોષથી રહિત ભિક્ષાવડે સંયમ જીવનને ટકાવે છે. (૬) જેમ મૃગ નિર્મળ સરોવરમાંથી સરોવરના કાંઠે રહી પાણીને બગાડ્યા ડોહળ્યા વિના જ જલપાન કરે છે, તેમ મુનિ ગૃહસ્થો પાસેથી તેમને હરકત ન આવે એ રીતે આહારાદિ ગ્રહણ કરે છે. (૭) મૃગનો સ્વભાવ સરળ-ભદ્રિક હોય છે, તેમ મુનિ પણ સરળસ્વભાવવાળા (નિષ્કપટ સ્વભાવવાળા) હોય છે. ૯. પૃથ્વીની ઉપમા (૧) જેમ પૃથ્વી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, તિર્યંચ, મનુષ્ય, દેવાદિના કૃત્ય-લડાઇ, દહન, પચન, શોષણ વગેરે સહન કરે, તેમ મુનિ પરિષદાદિ કષ્ટોને સહન કરે છે. (૨) પૃથ્વી ધન-ધાન્યાદિ સહિત હોય છે, તેમ મુનિ જ્ઞાનાદિ ઋદ્ધિ સહિત હોય (૩) જેમ પૃથ્વી શાલિ, ઘઉં વગેરે અનેક ધાન્યોની ઉત્પત્તિ કરે, તેમ મુનિ
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy