SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧૫૮ ધર્મબીજો કર્યો છે, અર્થાત્ ધર્મરહિત દ્રવ્યાચાર્ય આદિમાં સંશુદ્ધ કુશલચિત્ત વગેરે યોગબીજ નથી. વેયાવચ્ચ- ઔષધ લાવી આપવું ઇત્યાદિ સેવાના કાર્યોમાં લાગ્યા રહેવું તે વેયાવચ્ચ છે. શુદ્ધ આશયવિશેષથી- વેયાવચ્ચ વિધિમુજબ કરવી જોઇએ. માટે જ અહીં કહ્યું કે-વેયાવચ્ચ “શુદ્ધ આશયવિશેષથી” કરવી જોઇએ. શુદ્ધ આશયવિશેષથી એટલે વિશેષ પ્રકારની ચિત્તવિશુદ્ધિથી વિશેષ પ્રકારની ચિત્તશુદ્ધિ ન હોય તો વિધિ મુજબ વેયાવચ્ચ ન કરી શકાય. વિધિ મુજબ વેયાવચ્ચ કરવામાં વિશેષ પ્રકારની ચિત્તશુદ્ધિ મુખ્ય કારણ છે. વિશેષ પ્રકારની ચિત્તવિશુદ્ધિ એટલે વેયાવચ્ચ કરવામાં માન-સન્માન આદિની અપેક્ષા વિના કેવળ કર્મનિર્જરા માટે વેયાવચ્ચ કરવાની ભાવના. (૨૬) સહજ ભવ ઉદ્વેગ, દ્રવ્ય અભિગ્રહ પાલન તથા સિદ્ધાંતોનું વિધિથી લેખન વગેરે યોગબીજ છે. સહજ ભવ ઉદ્વેગ-મિત્રાદષ્ટિમાં રહેલા જીવને સંસાર જન્માદિ સ્વરૂપ હોવાથી સહજ સ્વાભાવિક રીતે જ સંસાર ઉપર વૈરાગ્ય થાય છે. સંસાર જન્માદિ સ્વરૂપ છે, એટલે કે જન્મ-મરણ-વૃદ્ધાવસ્થા-રોગ-શોક પરાધીનતાદિવાળો છે. જન્મ વગેરે દુઃખનું કારણ છે. સંસારનું ભૌતિક સુખ પણ દુઃખ સ્વરૂપ છે અને દુઃખનું કારણ છે. ઇત્યાદિ જ્ઞાન થવાના કારણે સહજ ભવ ઉદ્વેગ થાય છે. એનો ભવ ઉદ્વેગ સહજ હોય છે. ઇષ્ટનો વિયોગ ઇત્યાદિ દુઃખનાં નિમિત્તોથી થયેલો હોતો નથી. કારણ કે ઇષ્ટ વિયોગ ઇત્યાદિ દુઃખનાં નિમિત્તોથી થયેલો ભવઉદ્વેગ આર્તધ્યાન રૂપ છે. કહ્યું છે કે-“તત્કાલ ઉત્પન્ન થયેલા દુઃખથી થયેલો ભવ ઉદ્વેગ એ દ્વેષ છે, આવા પ્રકારનો ભવઉગ એ વૈરાગ્ય નથી, ઇત્યાદિ.” દ્રવ્ય અભિગ્રહ પાલન- મારે સાધુઓ વગેરેને ઔષધ વગેરે આપવું ઇત્યાદિ અભિગ્રહો લઇને તેનું બરોબર પાલન કરવું. પ્રશ્ન– અહીં કેવળ “અભિગ્રહ પાલન” એટલું જન કહેતાં દ્રવ્ય અભિગ્રહ પાલન” એમ દ્રવ્ય' શબ્દનો ઉલ્લેખ કેમ કર્યો ? ઉત્તર– અહીં મિત્રાદષ્ટિમાં રહેલા જીવનું વર્ણન ચાલી રહ્યું છે. અભિગ્રહ
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy