SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર પ્રસ્તાવના પ્રવ્રજ્યાનો સ્વીકાર કર્યો નથી તે જીવ તેના પાલનમાં યત્ન કરતો નથી. પ્રવજ્યાના પાલન વિના પ્રવ્રજ્યાના ફળને પામતો નથી. આમ પહેલાં પાપપ્રતિઘાત દ્વારા ગુણબીજાધાન થાય.પછી સાધુધર્મની પરિભાવના થાય. પછી પ્રવજ્યાગ્રહણવિધિ થાય. પછી પ્રવજ્યાપરિપાલન થાય. પછી પ્રવજ્યાફળની પ્રાપ્તિ થાય. માટે અહીં આ ક્રમ કહ્યો છે. રૂતિ પ્રવચનસાર પણ સજ્ઞાનક્રિયાયોIC=આ પ્રમાણે આ (=ક્રમથી જણાવેલા પાંચ પદાર્થો) પ્રવચનનો સાર છે. કારણ કે આમાં ( ક્રમથી જણાવેલા પાંચ પદાર્થોમાં) સમ્યજ્ઞાન અને સમ્યક ક્રિયાનો યોગ છે. મોક્ષ એકલા સમ્યજ્ઞાનથી થતો નથી અને એકલી સમ્યક્રક્રિયાથી પણ થતો નથી. સમ્યજ્ઞાન અને સમ્યકક્રિયા એ બંનેના સહયોગથી મોક્ષ મળે છે. अन्यथा अनादिमति संसारे यथाकथञ्चिदनेकशः एतत्प्राप्त्यादेः स्यादेतत्सर्वसत्त्वानामेव, न चैतदेव (वं), सर्वसत्त्वानां सिद्ध्यभावात् । અન્યથા (=બીજાથાનાદિના ક્રમ વિના) સંસારમાં ગમે તે રીતે (=ભૌતિક સુખની ઇચ્છા વગેરે કારણોથી) અનેકવાર સર્વ જીવોને આની (=પ્રવ્રજ્યાની) પ્રાપ્તિ વિગેરે થયેલ હોવાથી બધાય જીવોને આ (=પ્રવજ્યાનું ફલ) થાય. પણ સર્વ જીવોને પ્રવજ્યાના ફળની પ્રાપ્તિ થઇ નથી. કારણ કે સર્વ જીવોનો મોક્ષ થયો નથી. सिद्धिश्च प्रधानं फलं प्रव्रज्यापरिपालनस्य । आनुषङ्गिकं तु सुदेवत्वादि । પ્રવ્રજ્યા પરિપાલનનું મુખ્ય ફળ મોક્ષ છે. આનુષંગિક ફળ તો સુદેવપણું વગેરે છે. यथाकथञ्चिदनेकश एतत्प्राप्त्यादिवचनप्रामाण्यात्, सर्वसत्त्वानामेव प्रायो ग्रैवेयकेष्वनन्तश उपपातश्रुतेः, न च तेषु साधुक्रियामन्तरेणोपपातः, न च सम्यग्दृष्टेरपार्द्धपुद्गलपरावर्ताभ्यधिको भव इति भावनीयमेतत् । ગમે તે રીતે અનેકવાર પ્રવજ્યા પ્રાપ્તિ વગેરે થયેલ છે એવું શાસ્ત્રવચન પ્રામાણિક છે. પ્રશ્ન- ગમે તે રીતે અનેકવાર પ્રવજ્યા પ્રાપ્તિ વગેરે થયેલ છે એવું વચન પ્રામાણિક છે એમાં પ્રમાણ શું છે ? ૧. વગેરે શબ્દથી પ્રવજ્યાનું પાલન સમજવું. ૨. વગેરે શબ્દથી સુમનુષ્યપણું અને ઉત્તમ ભોગસુખની પ્રાપ્તિ વગેરે સમજવું.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy