SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર પાંચમું સૂત્ર આધ્યાત્મિક ફળ સમજવું. તે વેપાર આદિમાં સફળ બને એવું બને. પણ આધ્યાત્મિક પ્રવૃત્તિમાં સફળ ન બને. સાધુધર્મની કે ગૃહસ્થધર્મની જે કોઇ પ્રવૃત્તિ કરે તે નિષ્ફળ બને. કારણ કે તે અતત્ત્વમાં અભિનિવેશવાળો હોય.) ૧૫૩ ભવાભિનંદી જીવ સંસાર ઉપર બહુમાનવાળો હોય. (ભવાભિનંદી શબ્દનો શબ્દાર્થ આ પ્રમાણે છે-ભવનો=સંસારનો અભિનંદી=પ્રશંસા કરવાના સ્વભાવવાળો. અથવા ભવમાં=સંસારમાં અભિનંદી=આનંદ પામવાના સ્વભાવવાળો. ભવાભિનંદી જીવ સંસારમાં વિષયસુખ અનુભવી શકાતું હોવાથી સંસાર સારભૂત છે ઇત્યાદિ રીતે સંસારની પ્રશંસા કરે. તથા વિષયસુખોના કારણે તેને સંસારમાં બહુ જ આનંદ આવતો હોય.) પ્રશ્ન— – જિનાજ્ઞા નિર્દોષ હોવાથી ભવાભિનંદી જીવોને આપવામાં શું વાંધો છે ? ઉત્તર— જિનાજ્ઞા સર્વથા નિર્દોષ હોવા છતાં ભવાભિનંદી જીવોને તેમના જ હિત માટે ન આપવી. કહ્યું છે કે-જેવી રીતે નવા આવેલા તાવમાં તાવને શાંત કરવા માટે આપેલું ઔષધ (તાવવૃદ્ધિ વગેરે) દોષ માટે થાય તેમ વિષયની તૃષ્ણા અને કષાયોની ઉત્કટતાના કારણે જેની મતિ અપ્રશાંત છે તેને શાસ્ત્રોના સમ્યક્ ભાવોનું કરેલું પ્રતિપાદન દોષ (=સંસાર વૃદ્ધિ) માટે થાય. (શ્રી સિદ્ધસેન દિવાકર રચિત દ્વા.દ્વા. ૧૮/૨૮) આ વિષયમાં કાચા ઘડામાં પાણી નાખવાનું દૃષ્ટાંત છે. “જેમ (માટીના) કાચા ઘડામાં નાખેલું પાણી ઘડાનો વિનાશ કરે છે, તેમ અયોગ્યને આપેલું સિદ્ધાંતોનું રહસ્ય અયોગ્યનો વિનાશ કરે છે=તેનાથી અયોગ્યનું અહિત થાય છે.’’ ભવા ભિનંદી જીવો જિનાજ્ઞાને અયોગ્ય છે. ૩૦. અયોગ્યને જિનાજ્ઞા ન આપવામાં કરુણા છે. एसा करुणत्ति वुच्चइ, एगंतपरिसुद्धा, अविराहणाफला, तिलोगनाहबहुमाणेणं, निस्सेअससाहिगत्ति ॥ पव्वजाफलसुतं सम्मत्तं ॥ ३० ॥ एषा करुणोच्यते, अयोग्येभ्यः सदाज्ञाऽप्रदानरूपा । किंविशिष्टा ? इत्याहएकान्तपरिशुद्धा, तदपायपरिहारेण । अत एवेयमविराधनाफला, सम्यगालोचनेन । न पुनर्लानापथ्यप्रदानेन निबन्धनकरुणावत्तदाभासेति । इयं चैवंभूता
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy