SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧૫૦ પાંચમું સૂત્ર इयं च भागवती सदाज्ञा सर्वैव अपुनर्बन्धकादिगम्या । अपुनर्बन्धकादयो ये सत्त्वा उत्कृष्टां कर्मस्थिति, तथा अपुनर्बन्धकत्वेन क्षपयन्ति ते खल्वपुनर्बस्थकाः । आदिशब्दान्मार्गाभिमुखमार्गपतितादयः परिगृह्यन्ते । दृढप्रतिज्ञालोचकादिलिङ्गाः । एतद्गम्येयं न संसाराभिनन्दिगम्या, तेषां ह्यतो विषयप्रतिभासमानं ज्ञानमुदेति । न तद्वेषत्वादिवेदकमिति । उक्तं च न यथाऽवस्थितं शास्त्रं, खल्वको वेत्ति जातुचित् । થામના વિસ્વાસુ, નિર્મનઃ સ્વિદેડુતઃ' अपुनर्बधकत्वादिलिङ्गमाह-एतत्प्रियत्वं खल्वत्र लिङ्गम् । आज्ञाप्रियत्वमपुनर्वधकादिलिङ्गम् । प्रियत्वमुपलक्षणं, श्रवणाभ्यासादेः । एतदप्यौचित्यप्रवृत्तिज्ञेयं, तदाराधनेन तद्बहुमानात् । औचित्यबाधया तु प्रवृत्तौ न तत्प्रियत्वं मोह एवासाविति । एतत्प्रियत्वमेव विशेष्यते- संवेगसाधकं नियमात् । यस्य भागवती सदाज्ञा प्रिया तस्य नियमतः संवेग इति । સૂત્ર-ટીકાર્થ– જિનની આ બધી જ નિર્દોષ આજ્ઞાને અપુનબંધક આદિ જીવો સમજી શકે છે. જે જીવો ઉત્કૃષ્ટ કર્મસ્થિતિને ફરી ન બાંધે તે રીતે ખપાવે છે તે જીવો અપનબંધક છે. “આદિ' શબ્દથી માર્ગાભિમુખ અને માર્ગપતિત વગેરે જીવો સમજવા. દઢ પ્રતિજ્ઞાવાળા હોય અને લાગેલા દોષોની આલોચના કરનારા હોય ઇત્યાદિ લિંગોથી અપુનબંધક વગેરે જીવો ઓળખી શકાય છે. જિનાજ્ઞાને આવા જીવો સમજી શકે છે. ભવાભિનંદી જીવો જિનાજ્ઞાને સમજી શકતા નથી. તેમને શાસ્ત્રથી માત્ર વિષય પ્રતિભાસ જ્ઞાન થાય છે. “વિષયો પ્રત્યે દ્વેષ' આદિનો અનુભવ કરનારું જ્ઞાન ન થાય, અર્થાત્ એને વિષયો તિરસ્કાર્ય (હેય) ન જણાય. *અપુનબંધક વગેરેનું લિંગ કહે છે-જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ અપુનબંધક વગેરેનું લક્ષણ છે, અર્થાત્ જિનાજ્ઞા પ્રત્યે પ્રેમથી અપુનબંધક વગેરે જીવ ઓળખી શકાય છે. પ્રેમ શ્રવણ-અભ્યાસ વગેરેનું ઉપલક્ષણ છે, અર્થાત્ જિનાજ્ઞાશ્રવણ, જિનાજ્ઞાનો અભ્યાસ વગેરે પણ અપુનબંધક આદિનું લક્ષણ છે. ૧. માર્ગાભિમુખ અને માર્ગપતિત જીવોનું સ્વરૂપ આ ગ્રંથમાં “માર્ગાભિમુખ માર્ગપતિત” એ પરિશિષ્ટમાં જણાવવામાં આવ્યું છે. ૨. અહીં યથાવસ્થિતં શાસ્ત્ર ઇત્યાદિ શ્લોકનો અર્થ સમજાયો ન હોવાથી તેનો અનુવાદ કર્યો નથી.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy