SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧૩૭ પાંચમું સૂત્ર 'तथा न भवाभाव एव सिद्धिः, सन्तानोच्छेदरूपा प्रध्यातप्रदीपोपमा । अत्र युक्तिमाह-'न तदुच्छेदेऽनुत्पादः, न सन्तानोच्छेदेऽनुत्पादस्तस्यैव । किं तर्हृत्पाद एव यथाऽसौ सन्नुच्छिद्यते, एवमसन्नप्युत्पद्यतामिति को विरोध: ? । यद्येवं ततः किम् ? इत्याह-नैवं समञ्जसत्वं न्यायोपपन्नत्वम् । कथम् ? इत्याह*एवं हि नानादिमान् भवः संसारः कदाचिदेव सन्तानोत्पत्तेः । 'तथा न हेतुफलभावः । चरमाद्यक्षणयोरकारणकार्यत्वात् । पक्षान्तरनिरासायाह-'तस्य तथास्वभावकल्पनमयुक्तम् । कुतः ? इत्याह-निराधारोऽन्वयः कृतो नियोगेन, अयमत्र भावार्थः, स्वो भाव इत्यात्मीया सत्ता स्वभावः । एवं च स निवृत्तिस्वभाव इति स्वाभाविकी आत्मीया सत्तेति निराधारत्वम् । यद्वाऽन्वयाभावस्तन्निवृत्तेस्तत्त्वादिति नियोगग्रहणमवश्यमिदमित्थमन्यथा शब्दार्थायोगादिति ख्यापनार्थं, एवमाद्यक्षणेऽपि भावनीयम् । સૂત્ર-ટીકાર્થ– સંસારનો અભાવ એ જ મોક્ષ છે. અર્થાત્ જેમ દીપકના બૂઝાઇ ગયા પછી પ્રકાશનો સર્વથા અભાવ થાય છે, તેમ સંતતિનો ઉચ્છેદ (=સર્વનો નાશ) થતાં સંસારનો અભાવ થાય છે, અને એ જ મોક્ષ છે. સંતતિ સંસાર છે અને સંતતિનો સર્વથા ઉચ્છેદ મોક્ષ છે. આમ માનવું યોગ્ય નથી. આમ માનવું યોગ્ય નથી એ વિષે યુક્તિને કહે છે-નાસતો વિદતે માવો, નામાવો વિદતે સતિ =“અસતુનો (=સર્વથા અવિદ્યમાનનો) ભાવ (=ઉત્પત્તિ) ન થાય, અને સત્નો સર્વથા અભાવ (=નાશ) ન થાય.” એવો નિયમ છે. જે વિદ્યમાન હોય તેની જ પર્યાયાંતર રૂપે ઉત્પત્તિ થાય. તથા સત્નો સર્વથા અભાવ ન થાય, કિંતુ પર્યાયાંતર થાય. આ નિયમ હોવા છતાં જો તમે સંતતિનો સર્વથા ઉચ્છેદ માનશો તો ફરી પણ ક્યારેક સંતતિની અવશ્ય ઉત્પત્તિ થશે, એમ માનવાની આપત્તિ આવશે. કારણ કે જેમ સત્નો સર્વથા ઉચ્છેદ થાય છે તેમ સર્વથા અસત્ની ઉત્પત્તિ પણ થાય. પ્રશ્ન- સર્વથા અસત્ની ઉત્પત્તિ થાય તેમાં શો વાંધો છે ? ઉત્તર– સર્વથા અસતુની ઉત્પત્તિ યુક્તિયુક્ત નથી. સર્વથા અસત્ની ઉત્પત્તિ માનવામાં બે વિરોધ આવે છે. (૧) એક વિરોધ એ છે કે ક્યારેક સંતાનની ઉત્પત્તિ થવાથી સંસાર અનાદિ
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy