SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમું સૂત્ર પંચસૂત્ર (સંયોગ બે જાતના છે. (૧) વિયોગવાળો (૨) વિયોગથી રહિત કેવળ આધારઆધેયરૂપ. મોહાધીન જીવોનો બીજી વસ્તુ સાથે થતો સંયોગ વિયોગવાળો છે. સિદ્ધ અને આકાશમાં વિયોગવાળો સંયોગ નથી, કિંતુ સિદ્ધો આકાશમાં રહેલા હોવાથી આધાર-આધેયભાવરૂપ સંયોગ છે. નિશ્ચયનયના મતે વિયોગવાળો સંયોગ વાસ્તવિક સંયોગ છે. કેમકે તે સંયોગથી સંયોગનું ફળ વિયોગ મળે છે. નિશ્ચયનયના મતે એક સ્થાને રહેવા રૂપ સિદ્ધ-આકાશનો સંયોગ વિયોગરૂપ ફળથી રહિત હોવાથી વાસ્તવિક સંયોગ નથી. નિશ્ચયનય જે વસ્તુનું જે ફળ હોય તેનાથી તે ફળ મળતું હોય તો જ તેને તે વસ્તુરૂપે માને. એટલે નિશ્ચયનય જેનાથી વિયોગરૂપ ફળ મળતું હોય તેને જ સંયોગ માને. સિદ્ધ-આકાશના સંયોગમાં વિયોગરૂપ ફળ મળતું નથી. આથી નિશ્ચયનયના મતે સિદ્ધ-આકાશનો સંયોગ નથી.) ૧૨૩ ન વિવા=અહીં (આકાશ-સિદ્ધના આધાર-આધેયરૂપ સંયોગમાં) સિદ્ધોને અપેક્ષા નથી. (મોહાધીન જીવોના વિયોગવાળા સંયોગમાં અપેક્ષા છે.) ૭. સિદ્ધોનો લોકાંતે જવાનો સ્વભાવ છે. सहावो खु एसो, अनंतसुहसहावकप्पो ॥७॥ कथं लोकान्ताकाशगमनम् ? इत्याह- स्वभाव एवैष तस्य । अनन्तसुखस्वभावकल्पः कर्मक्षयव्यङ्ग्यः । સૂત્ર-ટીકાર્થ— સિદ્ધો આકાશમાં લોકાંત સુધી કેમ જાય છે ? એ વિષે કહે છે-સિદ્ધોનો આકાશમાં લોકાંત સુધી જવાનો સ્વભાવ જ છે. સિદ્ધોનો જેમ અનંતસુખ સ્વભાવ છે (અને તે કર્મક્ષયથી પ્રગટ થાય છે) તેમ આકાશમાં લોકાંત સુધી જવું એ સિદ્ધોનો સ્વભાવ છે અને તે કર્મક્ષયથી પ્રગટ થાય છે. ૮. સિદ્ધના સુખનું વર્ણન. उवमा इत्थ न विज्जइ । तब्भावेऽणुभवो परं तस्सेव । आणा एसा जिणाणं सव्वण्णूणं अवितहा एगंतओ । न वितहत्ते નિમિત્તે । ન ચાનિમિત્તે ખંતિ । નિસમિત્તે તે નવરં ॥૮॥ कीदृशमस्यानन्तं सुखम् ? इत्याह- उपमाऽत्र न विद्यते, सिद्धसुखे । यथोक्तम्
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy