SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પંચસૂત્ર ૧૧૪ ચોથું સૂત્ર किंविशिष्टोऽयम् ? इत्याह- कर्तृवीर्यादियुक्तः परं परार्थं प्रति । अवध्यशुभचेष्टः, एतमेव प्रति । समन्तभद्रः, सर्वाकारसंपन्नतया । सुप्रणिधानादिहेतुः, क्वचिदप्यन्यूनतया। मोहतिमिरदीपस्तदपनयनस्वभावतया । रागामयवैद्यस्तच्चिकित्सासमर्थयोगेन । द्वेषानलजलनिधिस्तद्विध्यापनशक्तिभावात् । संवेगसिद्धिकरो भवति, तद्धेतुयोगेन । સૂત્ર-ટીકાર્થ– મુખ્ય પરાર્થને સાધવા પ્રવર્તમાન વીર્યથી યુક્ત, મુખ્ય પરાર્થને સાધવા જ સફળ શુભ પ્રયત્ન કરનાર, સઘળી સારી આકૃતિવાળા હોવાથી સમંતભદ્ર, (બાહ્ય-અત્યંતર અને આલોક-પરલોક એમ બધી રીતે સ્વ-પરના કલ્યાણવાળા), અનુષ્ઠાનોમાં ક્યાંય ખામી ન હોવાથી (અન્યના પણ) સુપ્રણિધાન આદિના હેતુ, મોહરૂપ અંધકારને દૂર કરવાના સ્વભાવવાળા હોવાથી મોહરૂપ અંધકાર માટે દીપક સમાન, રાગરૂપ રોગનો પ્રતિકાર કરવામાં સમર્થ યોગવાળા હોવાથી રાગરૂપ રોગ માટે વૈદ્ય સમાન, દ્વેષરૂપ અગ્નિને શાંત કરવાની શક્તિવાળા હોવાથી ટ્રેષરૂપ અગ્નિ માટે સમુદ્ર સમાન, તે દીક્ષિત સંવેગની સિદ્ધિના કારણોથી યુક્ત હોવાથી સંવેગની સિદ્ધિ કરનારા બને છે. ૩૪. પરાર્થ સાધનાનું કારણ अचिंतचिंतामणिकप्पे स एवं परंपरत्थसाहए । तहा करुणाइभावओ, अणेगेहिं भवेहिं विमुच्चमाणे पावकम्मुणा, पवड्डमाणे अ सुहभावेहिं, अणेगभविआए आराहणाए पाउणइ सव्वुत्तमं भवं चरमं अचरमभवहेउं अविगलपरंपरत्यनिमित्तं ॥३४॥ ૧. વીર્યના લબ્ધિ અને કરણ એમ બે ભેદ છે. આત્મામાં વીઆંતરાયનો ક્ષયોપશમ તે લબ્ધિ વિર્ય. જે વીર્યનો ઉપયોગ થતો હોય જે વીર્ય પ્રવર્તતું હોય તે કરણવીર્ય, વીર્યંતરાયના ક્ષયોપશમથી લબ્ધિવીર્ય હોય, પણ તેનો ઉપયોગ ન થાય એટલે કે પ્રવર્તમાન વીર્ય ન હોય તો તે વીર્ય શા કામનું? આથી અહીં કહ્યું કે દીક્ષિત પ્રવર્તમાન વીર્યથી યુક્ત હોય છે. ૨. સમાત્મા એવી વ્યુત્પત્તિથી પોતાના કલ્યાણવાળા=પોતાનું કલ્યાણ કરનારા એવો અર્થ થાય. સમાન્ મદ્રમાત્માત્ એવી વ્યુત્પત્તિથી પરના કલ્યાણવાળા=પરનું કલ્યાણ કરનારા એવો અર્થ થાય.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy