SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧૦૪ ચોથું સૂત્ર आयतो गुरुबहुमानः साद्यपर्यवसितत्वेन, दीर्घत्वादायतो मोक्षः, स गुरुबहुमानः, गुरुभावप्रतिबन्ध एव मोक्ष इत्यर्थः । कथम् ? इत्याह-अवध्यकारणत्वेन मोक्षं प्रत्यप्रतिबद्धसामर्थ्यहेतुत्वेन । एतदेवाह-अतः परमगुरुसंयोगः, अतो गुरुबहुमानात्तीर्थकरसंयोगः । ततः संयोगादुचिततत्संबन्धत्वात् सिद्धिरसंशयं मुक्तिरेकान्तेन, यतश्चैवमतः एषोऽत्र शुभोदयो गुरुबहुमान: कारणे कार्योपचारात् यथाऽऽयुघृतमिति । अयमेव विशेष्यते- प्रकृष्टतदनुबन्धः प्रधानशुभोदयानुबन्धः, तथातथाराधनोत्कर्षेण । तथा भवव्याधिचिकित्सकः गुरुबहुमान एव हेतुफलभावात् । न इतः सुन्दरं परं, गुरुबहुमानात् । उपमात्र न विद्यते, गुरुबहुमाने सुन्दरत्वेन भगवद्बहुमानादित्यभिप्रायः । આ પ્રમાણે ફળસહિત ગુરુના અબહુમાનને કહીને ગુરુના બહુમાનને કહે છે સૂત્ર-ટીકાર્ય– ગુરુબહુમાન મોક્ષનું અવંધ્ય કારણ હોવાથી ગુરુબહુમાન જ આયત મોક્ષ છે. પ્રશ્ન- આયતનો મોક્ષ અર્થ કેવી રીતે થાય ? ઉત્તર આયત એટલે દીર્ઘ. મોક્ષ સાદિ-અનંત હોવાથી દીર્ઘ છે. આથી આયતનો મોક્ષ અર્થ થાય. ગુરુબહુમાન એટલે ગુરુ ઉપર ભાવથી રાગ. ગુરુબહુમાનથી તીર્થંકરનો સંયોગ થાય છે. તીર્થંકરના ઉચિત સંબંધથી અવશ્ય મોક્ષ થાય છે. આથી આ ગુરુબહુમાન શુભોદયરૂપ છે, તે તે રીતે આરાધનાની વૃદ્ધિ થવાથી પ્રકૃષ્ટ શુભોદયના અનુબંધરૂપ છે, ભવવ્યાધિની ચિકિત્સા કરનારું છે. (હેતુનમાવા=) ગુરુબહુમાન ભવવ્યાધિની ચિકિત્સાનું કારણ હોવાથી હેતુભાવથી ભવવ્યાધિની ચિકિત્સા કરનારું છે. ભવવ્યાધિની ચિકિત્સાનું ફળ મોક્ષરૂપ આરોગ્ય છે. ગુરુબહુમાનથી મોક્ષ મળતો હોવાથી ગુરુબહુમાન ફળભાવથી ભવવ્યાધિની ચિકિત્સા કરનારું છે. ગુરુબહુમાનથી અન્ય કંઇ સુંદર નથી. ગુરુબહુમાન વિષે અન્ય કોઇ ઉપમા નથી. પ્રશ્ન- ગુરુબહુમાનથી ભગવર્બહુમાન અધિક સુંદર નહિ ? ૧. ગુરુબહુમાન શુભોદય આદિનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી “ધી આયુષ્ય છે' ઇત્યાદિની જેમ ગુરુબહુમાન શુભોદય આદિરૂપ છે.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy