________________
३१६ 'माहणा खत्तिया वेस्सा, 'चंडाला 'अदु बोक्कसा । "एसिया 'वेसिया सद्दा, जे य "आरंभणिस्सिया ॥९६|| "परिग्गहनिविट्ठाणं, "वरं तेसिं “पवड्ढई । "आरंभसंभिया "कामा, "न ते "दुक्खविमोयगा ॥९७|| 'आधायकिच्चमाहेडं, 'नाइओ विसएसिणो । 'अन्ने “हरंति तं वित्तं, कम्मी "कम्मेहिं "किच्चति ॥९८॥ माया पिया पहुसा 'भाया, 'भज्जा "पुत्ता य ओरसा ।
नालं “ते "तव ताणाय, "लुप्पंतस्य सकम्मुणा ॥९९॥ ब्राह्मणाः क्षत्रिया वेश्याः, चाण्डाला अथवा वर्णसङ्कराः । एषिका वैशिकाः क्षुद्राः, ये चाऽऽरम्भनिश्रिताः ॥९६|| परिग्रहनिविष्टानां, तेषां वैरं प्रवर्धते । ते आरम्भसम्भृताः कामाः, दुःखविमोचका न ॥९७॥ आधातकृत्यमाधाय विषयैषिणोऽन्ये ज्ञातयः, तद् वित्तं हरन्ति, कर्मवान् कर्मभिः कृत्यते ॥९८।। माता पिता स्नुषा भ्राता, भार्या औरसाश्च पुत्राः । ते स्वकर्मणा लुम्पतस्तव त्राणायाऽलं न ॥९९||
બ્રાહ્મણો, ક્ષત્રિય, વૈશ્યો, ચાંડાલ અથવા વર્ણસંકર જાતિ વિશેષ, પારધી વગેરે જીવહિંસા કરનારા, વણિકો, સુદ્રો અને જે આરંભમાં આસક્ત છે; પરિગ્રહમાં તલ્લીન એવા તેઓને વૈરવૃત્તિ વધે છે, તેથી તે પાપારંભથી પુષ્ટ થયેલી કામનાઓ ઈચ્છાઓ દુ:ખમાંથી છોડાવનારી થતી નથી. ૯૬, ૯૭.
અગ્નિસંસ્કાર, જલાંજલિદાન - પિતૃપિંડ વગેરે મરણ ક્રિયા કરીને વિષયસુખના અભિલાષી બીજા સ્વજનો તેનાં ધનને લઈ લે છે, આ રીતે પાપારંભવાળો જીવ પોતાના કર્મોથી જ છેદાય છે. ૯૮.
માતા, પિતા, પુત્રવધૂ, ભાઈ, પત્ની અને પોતાના સગા પુત્રો, તે બધાં ય પોતાના જ કર્મથી નાશ પામતાં = દુઃખી થતાં તેને બચાવવા સમર્થ થતા નથી. ૯૯.