________________
૨૪
શાસનસમ્રાટ્નીના સમુદાયનાં સાધ્વીજી શ્રીસન્મતિશ્રીજી મ. આદિ, સાધ્વીજી શ્રી સમ્યક્ત્તાશ્રીજી મ.આદિ, સાધ્વીજી શ્રી ૠજુમતિશ્રીજી મ. આદિ ઉપસ્થિત રહ્યા હતાં. સર્વકાર્યો સાનંદસોત્સાહ સંપન્ન થતાં પૂજ્ય આચાર્ય ભગવંતો-પૂજ્ય પંન્યાસજી મ. આદિએ શ્રી શત્રુંજય મહાતીર્થના સેંકડો વર્ષ બાદ થના૨ મહાભિષેક નિમિત્તે પાલિતાણા ત૨ફ વિહાર કર્યો હતો.
“શતાબ્દી સ્મૃતિવિહા૨” શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયનું નિર્માણ ક૨વામાં આવ્યું. અમીઝરા શ્રી વાસુપૂજ્યસ્વામિ જિનાલયની શતાબ્દી નિમિત્તે ઉજવાયેલ મહામહોત્સવની કાયમી સ્મૃતિ રહે તે દૃષ્ટિથી શ્રી સંઘના દીર્ધદ્દેષ્ટા આગેવાનોએ ઋદ્ધિ સિદ્ધિ-કિશોર સોસાયટીમાં આરાધકોની આરાધનાને અનુકૂળ એક રમણીયનૂતન જિનાલય શ્રીસંઘ ત૨ફથી નિર્માણ ક૨વાનું નક્કી કર્યું. અને વિ. સં. ૨૦૪૬ના મહાસુદી-. ૨ ૨વિવા૨ તા.૨૮-૧-૯૦ના ખાતમુહૂર્ત અને વિ.સં. ૨૦૪૬ના-મહાસુદી -૬ તા-૧-૨-૯૦ના રોજ શિલાસ્થાપન, વિ.સં. ૨૦૪૬ના શ્રાવણવદ-૧૩ના મૂળનાયકજીનો પ્રવેશ ક૨ાવી૧-૧૫ વર્ષે જેવા ટૂકાં ગાળામાં વિ. સં. ૨૦૪૭ના ફાગણ-વદ-૩-તા. ૩-૩-૯૧ -૨વિવા૨ે શુભમુહૂર્તે પ.પૂ. આચાર્ય શ્રીવિજયચંદ્રોદય સૂરીશ્વરજી મહારાજના ગુરુબંધુ પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વર મહારાજ, પૂ. પંન્યાસજી શ્રી દાનવિજયજી ગણીમ. આદિની નિશ્રામાં ઉછરંગપૂર્વક પ્રતિષ્ઠા કરાવવામાં આવી. જાગ્રત તે ધરતીના પ્રભાવે-સાધનાને અનુકૂળ ઉપાશ્રયનિર્માણની વાત નીકળતા, તે કાર્યની પણ ફા.વ.૩ના ખનનવિધિ ક૨ીને શરૂઆત થતા લગભગ પૂર્ણ થવા આવેલ છે- મૂળનાયકજીની પ્રતિષ્ઠા ક૨ાવના૨ વઢવાણનિવાસી જયંતિલાલ છોટાલાલ શાહ પરિવાર તથા બીજા પરિવારોના મુખ્ય સહકા૨થી શ્રીસંઘે ખૂબજ ટુંકા સમયમાં શતાબ્દીની સ્મૃતિમાં દેરાસ૨-ઉપાશ્રયના કામ સાંગોપાંગ સંપન્ન કરેલ છે.