________________
૧૩
૨૦૦૪માં આ પૂજ્યોનું ચાતુર્માસ સુરેન્દ્રનગરમાં થયું, ત્રેવીસ દેવકુલિકાયુક્ત ચોવીસ જિનાલયનું નિર્માણ કાર્ય તેઓશ્રીની નિશ્રામાં ત્વરિત ગતિએ થવા પામ્યું, દેવકુલિકાઓ માટે જિનપ્રતિમાજીના, વિવિધ પ્રકારના તીર્થોના પટ્ટના ઓર્ડરો અપાઈ ગયાં. સંવત ૨૦૦૬ની સાલનું ચાતુર્મા સ શાસનસમ્રાશ્રીના પૂ. આ. શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ. સા. આદિનું નકકી થયું અને અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવવાનો નિર્ણય થયો. સંવત ૨૦૦૬ના શ્રાવણ માસમાં અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવવાનો નિર્ણય થયો. સંવત ૨૦૦૬ના શ્રાવણ માસમાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ થયો અને શ્રાવણ વદિ ૧ સોમવાર તા. ૨૮-૮-૧૯૫૦ના રોજ ત્રેવીસ દવકુલિકાઓ તથા રંગમંડપમાં જિનપ્રતિમાજીની અંજનશલાકા સહિત સ્થિ૨ પ્રતિષ્ઠા અને ચલ પ્રતિષ્ઠા હજારો ભાઈબહેનોની હાજરીમાં અદ્દભૂત ઉત્સાહ અને અમાપ આનંદપૂર્વક કરાવવામાં આવી હતી.
શ્રીસંઘની પુણ્ય રાશિ વધતી ચાલે તેમ શ્રી સંઘે અનેક શાસન પ્રભાવનાના સુકાર્યો કરવાનો યશ પ્રાપ્ત કર્યો. સંવત ૨૦૦૬ની સાલમાં પ.પૂ. આચાર્ય દેવશ્રીવિજયોદયસૂરીશ્વરજી મ.સા. તથા પ. પૂ. આચાર્યશ્રી દેવ વિજયનંદનસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં નવ મુનિઓની ગણિપદવી થઈ. સંવત ૨૦૧૩ની સાલમાં પ. પૂ. પંન્યાસજી શ્રી કાન્તિવિજયજી ગણિવરશ્રી અને પ. પૂ. મુનિરાજશ્રીરાજવિજયજી મ. (હાલ પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મ.)ની ૧૦૦ ઓળીના પારણા મહોત્સવ ઉજવાયો. સંવત ૨૦૧પમાં પ. પૂ. આચાર્યદેવ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં દસ મહાત્માઓની પંન્યાસપદવી થઈ. સંવત ૨૦૨૦ની સાલમાં પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકસૂરસૂરીશ્વરજી મ. સા.ના વરદ્ હસ્તે પ. પૂ.મહો. પ૨મપ્રભવિજયજી મ. સા. તથા પ.પૂ. મહો. ચન્દ્રોદયવિજયજી મ.સા.ની આચાર્ય પદવી થઈ. શ્રી સંઘની પુણ્યરાશિ વધે એવા અનેક પ્રસંગો પ્રાપ્ત થયા છે જેવા કે ૧. સંવત ૨૦૦૧માં પૂ.