________________
૨૦૦
सिरिअंगुलसत्तरी અર્થ - ૩૦, ૩ર,૮૮૮ જોજન, ૧૨ કલા અને ૧૧ વિકલા ઉત્તરભરતાદ્ધનું પ્રતર એટલું છે. એતેષાં મીલને યથોક્ત પ્રતરપ્રમાણે સમ્પઘતે. દક્ષિણ ભરતાદ્ધનું પ્રતર, ઉત્તર ભરતાદ્ધનું પ્રતર, વૈતાઢ્યનું તલુ એ ત્રણેને મેલવતાં ભરતક્ષેત્રના પ્રતરનું પ્રમાણ હોય જોજન પ૩,૮૦,૬૮૧ કલા ૧૭ વિકલા ૧૭. (૩ર)
अड्डाइज्जगुणत्ते आयामो गाउआई दस होइ। एवं चिय विक्खंभो सव्वेसु वि जोअणेसु इहं ॥३३॥
અર્થ - એક પ્રમાણાંગુલ યોજનને વિષે ઉત્સધાંગુલ નિષ્પન્ન લંબાઈપણે અઢી યોજન હોય, અને અઢી યોજનના દશ દશ ગાઉ થાય. એવં પહોલપણે દશ ગાઉ હોય, તો અઢી અઢી ગુણા કીજે તો દાયે દાયે સો, તો એક પ્રમાણાંગુલી નિષ્પન્ન યોજનને વિષે ઉત્સધાંગુલ નિષ્પન્ન સો ગાઉ હોય. એવં સર્વ પ્રમાણાંગુલે નિષ્પન્ન યોજનને વિષે ઉત્સધાંગુલ નિષ્પન્ન સો ગાઉ થાય. (૩૩)
विक्खंभायामाणं परुप्परं संगुणम्मि सयमेगं । इह होइ गाउआणं तो भरहे गाउअपमाणं ॥३४॥
અર્થ - વિખંભ અને આયામ એ પરસ્પર ગુણીએ. ઈહ પ્રમાણાંગુલ નિષ્પન્ન યોજનને વિષે ઉત્સધાંગુલ નિષ્પન્ન સો ગાઉ હોય, તતો તિવાર પછે ભરતક્ષેત્રને વિષે ગાઉનું પ્રમાણ હોય. (૩૪)
કેટલા ગાઉ થાય ? તે ગ્રંથકાર પોતે બતાવે છે - दुन्निसयं अट्ठसठ्ठी सहस्स लक्खा असीइ तह चेव । तेवन्नं कोडीओ इक्किके गाउए तत्थ ॥ ३५ ॥ અર્થ - પ૩,૮૦,૬૮,૨૦૦ એટલા ગાઉ હોય. (૩૫)