SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ सिरिअंगुलसत्तरी ૧૯૭ તો તે યોજન સહગ્ન સહસ્ર ગુણા કીજે દસ કોટી યોજન અને એસી લાખયોજન થાય. ચારસો ગુણા કરતાં કેટલું થાય ? તે કહે છે. એક પ્રમાણાંગુલ યોજનને ચારસો ગુણા કરતાં એક લાખ સાઠ સહસ્ર યોજન હોય. ૧૦૮ યોજનને એક લાખ સાઠ સહસ્ર ગુણા કીજે એક કોટિ બોત્તેર લાખ એસી હજાર યોજન થાય. (૨૧) પૂર્વોક્ત માન લાવવા ગ્રંથકાર સ્વયં સ્વીકારે છે. તે નીચે પ્રમાણે - एयं च पुण पमाणं पिहुला नव जोयणाणि नयरीओ। बारस दीहा तत्तो दुन्हं अंकाणमन्नुन्नं ॥२२॥ गुणणे अट्ठहियसयं जायंतो एग जोयणगएण। गणियपएणं गुणिए पुव्वुत्तेणं इमंमि भवे ॥ २३ ॥ અર્થ - ઈદ એ પૂર્વોક્ત તુ પુનઃ વલી પ્રમાણે કિમ્ ? યથા દ્વારકાનગરી નવ યોજન પહોલી છે અને બાર જોજન લાંબી છે, તો એ બન્ને અંકોને અન્યોઅન્ય ગુણતાં ૧૦૮ થાય. તતઃ એકયોજનગત ગણિત પ્રમાણ છે જે દસ લક્ષ યોજન અને એક લાખ સાઠ સહસ્રરૂપને ૧૦૮ ગુણા કીજે. ઈદ પૂર્વોક્ત ભવેદિદે એ પૂર્વોક્ત ૧૦,૮૦,૦૦,૦૦૦ અને ૧,૭૨,૮૦,૦૦૦ હોય. (૨૨, ૨૩) एयं च अइपभूयं नगरपमाणं न जुज्जए जम्हा । तम्हा पमाणअंगुल विक्खंभपमाणओ गिज्ज ॥२४॥ અર્થ - એ પૂર્વોક્ત નગરપ્રમાણ અતિપ્રભૂત અતિઘણું, તેહ માટે યોગ્ય નહિ, માટે પ્રમાણાંગુલનું જે વિષ્કભપ્રમાણ તેહ જ ગ્રાહ્ય તે જ ગ્રહણ કરવું. (૨૪) વલી તે બન્ને મતને વિષે દોષ દેખાડે છે -
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy