________________
૧પ૬
શ્રીયોનિસ્તવ (૫) ત્રસજીવોની યોનિ ૮ પ્રકારની છે. તેમાં ઉત્પન્ન થનારા ત્રસજીવો પણ ૮ પ્રકારના છે. તે આ પ્રમાણે – (i) સંમૂ૭િમ - નીચેના નિમિત્તો વિના જન્મે તે.
પતંગિયા, કીડી, માખી વગેરે. (i) અંડજ - ઈંડામાંથી જન્મે છે.
પક્ષી વગેરે. (i) જરાયુજ - જરાયુ = ચામડીનું પડ. તેનાથી
વીંટાયેલા જન્મે તે.
ગાય, મનુષ્ય વગેરે. (V) ઉભેદજ - ભૂમીને ભેદીને જન્મે છે.
ખંજરીટ વગેરે. (૫) સંસ્વેદજ - પસીન વગેરેમાંથી જન્મે છે.
જૂ વગેરે. (vi) પપાતિક - ઉપપાતશયા કે નિષ્ફટોમાં ઉત્પન્ન થાય તે.
દેવ વગેરે. (vi) પોતજ - જરાય વિના એમ જ જન્મે તે.
હાથી વગેરે. (viii) રસજ - રસ = દૂધ, દહીં વગેરે. તેમાં જન્મે તે.
દહીં વગેરેમાં થતાં કૃમિ વગેરે. (૬) વનસ્પતિકાયની યોનિ ૬ પ્રકારની છે. તેમાં ઉત્પન્ન થનારા વનસ્પતિકાયના જીવો પણ ૬ પ્રકારના છે. તે આ પ્રમાણે - | (i) મૂલબીજ - મૂળને વાવવાથી ઊગે તે. (ii) અઝબીજ - શાખાના અગ્રભાગને વાવવાથી ઊગે તે.