SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ (vi) એક અહોરાત્રના સમય, આવલિકા, ક્ષુલ્લકભવ, શ્વાસોચ્છવાસ, સ્તોક, લવ અને મુહૂર્ત. (૨) શ્રીસિદ્ધદંડિકાસ્તવ (ટિપ્પણી સહિત) આ મૂળગ્રંથની રચના જેમનાથી બૃહદ્ગચ્છ તપાગચ્છ તરીકે ઓળખાયો એવા શ્રીજગન્દ્રસૂરિ મહારાજના શિષ્યરત્ન શ્રીદેવેન્દ્રસૂરિ મહારાજે કરેલ છે. તેમાં ૧૩ ગાથાઓ છે. તે પ્રાકૃત ભાષામાં છે. તેની ઉપર અજ્ઞાતકર્તક સંક્ષિપ્ત ટિપ્પણી છે. આ ગ્રંથમાં ગ્રંથકારે અજિતનાથપ્રભુના પિતા જિતશત્રુરાજા સુધી ઋષભદેવપ્રભુના વંશજ, ત્રણ ખંડના અધિપતિ જે રાજાઓ મોક્ષમાં અને અનુત્તરમાં ગયા તેમની સંખ્યા બતાવી છે. તેમણે આ સંખ્યા બતાવવા સાત સિદ્ધદંડિકાઓ બતાવી છે. તે આ પ્રમાણે છે - (i) અનુલોમસિદ્ધદંડિકા (i) પ્રતિલોમસિદ્ધદંડિકા (i) સમસંગસિદ્ધદંડિકા (vi) એકોત્તરસિદ્ધદંડિકા (V) ક્યુત્તરસિદ્ધદંડિકા (vi) વ્યુત્તરસિદ્ધદંડિકા (vi) વિષમોત્તરસિદ્ધદંડિકા મૂળ ગ્રંથના આધારે પદાર્થસંગ્રહમાં અમે આ સિદ્ધદંડિકાઓને કોઠાસહિત સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. (૩) શ્રીયોનિસ્તવ (ટિપ્પણી સહિત) આ મૂળગ્રંથના રચયિતા શ્રીધર્મઘોષસૂરિ મહારાજ છે. તેઓ નવીન કર્મગ્રંથ વગેરે અનેક ગ્રંથોના રચયિતા શ્રીદેવેન્દ્રસૂરિ મહારાજના શિષ્ય હતા. આ ગ્રંથમાં ૧૩ ગાથાઓ છે. તે પ્રાકૃત ભાષામાં છે. તેની ઉપર અજ્ઞાતકર્તક ટિપ્પણી છે.
SR No.023385
Book TitlePadarth Prakash Part 14 Kshullakbhavavali Prakaran Siddhadandika Stava Shreeyonistava Loknalidwatrinshika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy