SearchBrowseAboutContactDonate
Page Preview
Page 955
Loading...
Download File
Download File
Page Text
________________ १०४ શારદા સિદ્ધિ સાધુ બન્યો એટલે સગાઈ ચાલી ગઈ. પ્રેમાળ પતિ માટે આજે કેવો ક્રર અને કઠોર વર્તાવ કરવા તૈયાર થઈ! આ સંસારમાં સ્વાર્થની રમત સિવાય કાંઈ જ નથી. એક કૂતરા જેવું પ્રાણી પણ રોટલાનો ટુકડો ખાઈને એના માલિકનું રક્ષણ કરે છે. એ કેટલો નિમકહલાલ અને માણસ એને સ્વાર્થ પૂરો થતાં નિમકહરામ બની જાય છે. “ધર્મ પ્રત્યે કરેલે ભયંકર દ્રોહ” -કીર્તિધર રાજાની રાણીએ પિતાની સ્વાર્થ લંપટતામાં પતિ મુનિ થયા પછી કેવો દ્રોહ કર્યો? એને હવે પતિ સાથે કયાં સંબંધ છે. એને સંબંધ સાંસારિક સુખો અને મોહ-માયા સાથે હતે. હવે પતિ મુનિ બની ગયા એટલે મારે ને એમને શું લેવાદેવા ! એ એમના રસ્તે ને હું મારા રસ્તે. પતિ મુનિ અહીં આવે ને મારા દીકરાને એ લઈ જાય તે? એના કરતા હું એને ગામમાં પેસવા જ ન દઉં તે શું ખોટું? આમ વિચાર કરીને એણે તે નગરમાં સાધુઓને આવવાને પ્રતિબંધ મૂકી દીધે, એટલે ગામમાં કઈ સાધુ સાધવી આવતા નથી. જ્યાં સાધુ સાદવીનું આગમન બંધ થઈ જાય ત્યાં ધર્મને બગીચે પણ સૂકાઈ જાય ને? લોકે તે કાળો કકળાટ કરવા લાગ્યા કે આપણું ગામમાં સાધુ સાથ્વી નહિ આવે તે ધર્મ કયાં જઈને કરીશું? આપણે કોના દર્શન કરીશું? એક પિતાના પતિ મુનિ ન આવે તે માટે બધા સાધુ સાધવીને બહિષ્કાર કર્યો છે પણ રાજ્યના હુકમ આગળ કેનું ચાલે ? જ બંધુઓ! આ જીવ અનંતકાળથી પિતાની સુખ સગવડ જેતે સ્વાર્થમાં રમતે આવ્યો છે. આ ઉત્તમ માનવ ભવ પામ્યા પછી પણ એવી ને એવી જ સ્વાર્થ, માયા અને પ્રપંચની કુટીલ રમત રમ્યા જ કરશે તે આત્મિક ગુણે કયાંથી પ્રગટશે? અને આ જડ પુદ્ગલની ગુલામીના ઘેરાવામાંથી કેવી રીતે બહાર નીકળી શકશે? પૌગલિક સુખના રસની ગુલામી માણસને હેવાન બનાવે છે. એની પાસે પિશાચી કૃત્ય કરાવે છે. દ્રોહ, પ્રપંચ વિગેરે કરતા એને આંચકો આવતું નથી એટલે પૌગલિક સુખની ગુલામીથી ભરેલા સંસાર ઉપર જ્ઞાની પુરૂષોને અભાવ થાય છે, ગ્લાનિ આવે છે અને એમાંથી છૂટવાની તાલાવેલી જાગે છે. મોટા મોટા મહારાજાઓ અને શેઠ શાહુકારોએ સંસારના આવા સ્વાર્થ ભરેલા સ્વરૂપને જોઈને સંસાર છોડી દીધું છે. કીતિધર રાજાએ પણ સંસારને અસાર ને સ્વાર્થમય સમજીને છોડયો હતે. સુકેશલની માતાએ પોતાના સ્વાર્થના કારણે સ્વામીભક્તિ ભૂલીને મુનિ બનેલા પતિને પિતાના નગરમાં ન પિસવા દેવા માટે કે ઘર અનર્થ કર્યો? આગળ પાછળ કઈ વિચાર ન કર્યો. સાધુ-સાધ્વી, જોગી, ફકીર નગરમાં ન આવે એ કડક પ્રતિબંધ કર્યો. ભૂલેચૂકે કઈ જોગી નગરના દરવાજે જ તે સિપાઈએ એને કાઢી મૂકતા. આ તરફ સુકોશલ કુમાર મોટે થયે એટલે રાણીએ એને રાજતિલક કર્યું અને પરણાવ્યું. હવે પુત્ર બરાબર રાજ્યને વહીવટ સંભાળે છે ને આનંદથી રહે છે. એ અરસામાં
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy